વંથલી પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૨૦૩૦૬૮૨૪૦૬૬૭/૨૦૨૪ બી.એન.એસ.ક.૧૩૭(૨), ૮૭,૬૪(૨)(એમ),૬૫(૧),૩૫૧(૩),૫૪,૧૧૫(૨) તથા પોકસો એકટ કલમ ૬,૮,૧૨,૧૭ મુજબ ગઇતા.૧૨/૧૨/૨૦૨૪ નાં ૬.૨૧/૪૫ વાગ્યે જાહેર થયેલ આ કામના ફરીયાદીની સગીર વયની દિકરીને આરોપી નં-(૧) ખેતીયા સ/ઓ બઠડા બારેલા આદીવાસી વાળાએ પોતાની સાથે ભગાડી લઇ જવા માટે આ કામના આરોપી નં (ર) કુમારીયા સ/ઓ બઠડા બારેલા આદીવાસી તથા (૩) તાતીયા સ/ઓ બઠડા બારેલા આદીવાસી રહે.મૌરાની ગામ તા.જી.બડવાની મધ્યપ્રદેશ તથા (૪) ઇકા સ/ઓ સરપીયા બારેલા આદીવાસી રહે. મેણીમાતા ગામ તા.જી.બડવાની મધયપ્રદેશ નાઓને સાથે લઇ આવી તમામ આરોપી ઓએ આ કામના ભોગ બનનારનું અપહરણ કરેલ દરમ્યાન આ કામના સાહેદો વચ્ચે પડતા આ કામના સાહેદો સાથે આ કામના આરોપીઓએ ઢીકા પાટુથી મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી લઇ જઇ આરોપી નં.૦૧ નાએ ફરીયાદીની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી પાંચેક વખત શરીર સબંધ બાંધી બળાત્કાર કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા બાબતની ફરીયાદ આપતા ઉપરોકત નંબરથી ગુન્હો રજી કરવામાં આવેલ સદરહુ બનાવના આરોપીઓને તાત્કાલીક પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સારુ જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનીરીક્ષક સાહેબશ્રી નિલેશ જાજડીયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબએ સુચના કરેલ જે આધારે જુનાગઢ ગ્રામ્ય ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિકિતા શિરોયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર આર.કે.પરમાર આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સ આધારે તપાસમાં હતા તે દરમ્યાન આરોપીઓ મધ્યપ્રદેશ રાજ્યના બડવાની જીલ્લા તથા મહારાષ્ટ્ર રાજયના શકવડ જીલ્લામાં હોવાની માહીતી મળતા પો.સબ.ઇન્સ આર.વી.આહીર નાઓએ એક ટીમ સાથે મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર રાજ્ય ખાતે તપાસ કરવા રવાના કરેલ અને તે દરમ્યાન ટેકનીકલ સોર્સ આધારે આરોપી કુમારીયા સ/ઓ બઠડા બારેલા આદીવાસી રહે.મૌરાની ગામ તા.જી.બડવાની મધ્યપ્રદેશ વાળાને વંથલી તાલુકાના લુશાળા ગામેથી પકડી લઇ તથા આરોપી તાતીયા સ/ઓ બઠડા બારેલા આદીવાસી રહે.મૌરાની ગામ તા.જી.બડવાની મધ્યપ્રદેશ વાળાને ટેકનીકલ સોર્સ આધારે મહારાષ્ટ્ર રાજયના શકવડ જીલ્લા ખાતેથી પકડી લઇ તથા ઇકા સ/ઓ સરપીયા બારેલા આદીવાસી રહે. મેણીમાતા ગામ તા.જી.બડવાની મધયપ્રદેશ વાળાને ટેકનીકલ સોર્સ આધારે મધ્યપ્રદેશ રાજ્યના બડવાની જીલ્લા ખાતેથી પકડી લઇ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી લઇ પ્રશંસનીય કામગીરી કરેલ છે.
પકડાયેલ
આરોપી :-
(૧) કુમારીયા સ/ઓ બઠડા બારેલા આદીવાસી રહે.મૌરાની ગામ તા.જી.બડવાની મધ્યપ્રદેશ, (૨) તાતીયા સ/ઓ બઠડા બારેલા આદીવાસી રહે.મૌરાની ગામ તા.જી.બડવાની મધ્યપ્રદેશ તથા (૩) ઇકા સ/ઓ સરપીયા બારેલા આદીવાસી રહે. મેણીમાતા ગામ તા.જી.બડવાની મધયપ્રદેશ ને પકડી આગળ ની તપાસ વંથલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)