વડતાલધામ થી સાળંગપુરધામ સુધી વડતાલ મંદિરના સંતો-6 તથા પાર્ષદો-20 દ્વારા પદયાત્રા કરી શ્રીકષ્ટભંજનદેવ દાદાને ધજા ચઢાવવામાં આવી

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પાર્ષદ્ શ્રી ઘનશ્યામ ભગત (ટ્રસ્ટી સભ્યશ્રી-વડતાલધામ)ના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે   સાળંગપુરમાં  શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સવારે 8:30 કલાકે ધજા ચઢાવવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામથી સાળંગપુરધામ સુધી  અંદાજે  175 કિમીની  પદયાત્રા ચાર દિવસમાં પૂરી કરી  6-સંતો તથા 20-પાર્ષદો દ્વારા કરી દાદાનો  રાજીપો પ્રાપ્ત કરવા ધજા ચઢાવવામાં આવી. 

ધજા સવારે નિલકંઠ મહાદેવ મંદિરમાં પવિત્ર ભૂદેવોએ પવિત્ર મંત્રો વડે પી.પી.સ્વામી,કે.પી.સ્વામી, લોકેશસ્વામી, ચિંતનસ્વામી, મુકુંદસ્વામી,ઐશ્વર્યસ્વામી સંતો તેમજ પાર્ષદ્ શ્રી ઘનશ્યામ ભગત,સચિન ભગત, જયસુખ ભગત,એકનાથ ભગત, રૂપેશ ભગત વગેરે દ્વારા  પૂજન-અર્ચન-કરી દાદાના મંદિરમાં ધજા ધરાવવામાં આવી હતી. સંતો-પાર્ષદોએ દાદાના દિવ્ય દર્શનનૉ  લાભ લઈ ધન્યતાનો  અનુભવ કર્યો હતો. કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા ફૂલનો હાર પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)