સ્વામિનારાયણ ભગવાન ની અશીમ કૃપા થી વડતાલ દેશ પીઠાધીપતિ પ.પૂ.ધ. ધૂ. આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ ના આશીર્વાદ તેમજ આજ્ઞાથી શહીદ દિન નિમિતે સમગ્ર વડતાલ સહીત દેશ માં ૫૯ જેટલા સેન્ટરો પર આજ રોજ મહારક્ત દાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેરાવળ ખાતે ધર્મકુળ આશ્રિત સ્વામિનારાયણ મંદિર સટ્ટા બજાર ખાતે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં સોમનાથ ગુરુકુળ થી શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ સ્વામી પધારી દીપ પ્રાગટય કર્યું હતું અને આ ઉત્સવ નિમિતે ઝવેરીભાઈ ઠકરાર, જયદેવભાઈ જાની, નગરસેવક ભારતીબેન ચંદ્રાણીએ હાજરી આપી હતી, આ તકે વેરાવળ તેમજ બહારગામ થી પધારેલા ભાવિક ભક્તો એ ખૂબ જ મોટા પ્રમાણ માં રકતદાન કરી કુલ ૧૨૬ બોટલ રકતદાન કરેલ.
જે છેલ્લા વરસ નો ૧૧૧ નો રેકર્ડ બ્રેક કરેલ, આ તકે ભક્તિ પ્રકાશ સ્વામી,ઝવેરીભાઇ ઠકરાર,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક ગીર સોમનાથ જિલ્લા શાખા તથા વેરાવળ pgvcl, પત્રકાર મિત્રો તેમજ તમામ રક્ત દાતાઓ નો અમો આભાર વ્યક્ત કરીએ છીએ.
અહેવાલ : પ્રકાશ કારાણી વેરાવળ.