વડાપ્રધાનના ‘એક પેડ માં કે નામ’ અભિયાન થકી નેશનલ હાઈવે ઓથોરિટીએ ૨૫૦૦ વૃક્ષો વાવીને ગ્રીન હાઈવેની પહેલ કરી.

બનાસકાંઠા

માનનીય વડાપ્રધાનનો સંકલ્પ જન-જન સુધી પહોંચાડવા “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ ઓથોરિટીના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

પર્યાવરણ બચાવવાના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉમદા અભિગમને ખાસ ઝુંબેશ એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત પરિયોજના કાર્યાલય પાલનપુરના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા સાંચોર-સાંતલપુર હાઈવે કે જે અમૃતસર-જામનગર એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ હાઈવેના ભાગે તથા ખેમાણા ટોલ પ્લાઝા, પાલનપુર-રાધનપુર- સાંતલપુર નેશનલ હાઈવે-૨૭, અને પાટણ-ગોજારીયા નેશનલ હાઇવે-૬૮ ખાતે એક વિશાળ વૃક્ષારોપણનો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીના અધ્યક્ષ અને ગુજરાત પ્રાદેશિક અધિકારીની વરચ્યુલ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. પરિયોજના કાર્યાલય પાલનપુરના પરિયોજના અધિકારી સંજય ચાહર અને મુકેશ ચૌધરી તથા તેમના અધિકારીઓની ટીમ સાથે ૨૫૦૦ વૃક્ષો વાવીને ગ્રીન હાઇવે નીતિ હેઠળ હાઇવેની આજુબાજુમાં અને મધ્યમાં વૃક્ષો વાવી નવતર પહેલ કરાઈ છે.

સંજય યાહરે જણાવ્યું કે અમારા હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, પદાધિકારીઓ, કમર્ચારીઓ તથા કોન્ટ્રકટર અને કન્સલ્ટન્ટ એજન્સીના અગ્રણીઓ, કમર્ચારીઓએ વૃક્ષારોપણ કરીને નાગરિકોને પર્યાવરણ બચાવવા માટેની મુહિમમાં જોડાવવા પ્રેરણા પૂરી પાડી હતી.

અહેવાલ :- અયુબ પરમાર (બનાસકાંઠા)