વડોદરાના આજવા રોડ એકતા નગરમાં મોડી રાતે પોલીસ PCR પર પથ્થરમારો, ૧૧ વિરુદ્ધ ગુનો દાખલ!!

👉 વડોદરા: આજવા રોડ સ્થિત એકતા નગર વિસ્તારમાં ગતરોજ મોડી રાતે પોલીસ PCR વાન પર પથ્થરમારો થતા વાહનનો કાચ તૂટી ગયો હતો. આ ઘટનામાં બાપોદ પોલીસ મથકે ૧૧ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

➡️ બનાવની વિગતો:
📌 નાના બાળકોના ઝઘડાને કારણે એક જ કોમના બે પરિવારો વચ્ચે તણાવ સર્જાયો હતો.
📌 તણાવ વધતા લોકોએ પોલીસને જાણ કરી હતી.
📌 પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે વિરોધી જૂથ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો.
📌 પથ્થરમારા દરમિયાન પોલીસ PCR વાનનું કાચ તૂટી ગયું હતું.

➡️ પોલીસ કાર્યવાહી:
🚔 પોલીસે રાઈટીંગ (હિંસક કૃત્ય), સરકારી માલમત્તાને નુકસાન સહિતની કલમો હેઠળ ૧૧ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
🚔 ૭ આરોપીઓને પકડી પાડ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.
🚔 પોલીસે આ વિસ્તારમાં સતર્કતા વધારી અને વધુ અશાંતિ ન થાય તે માટે ખાસ બંદોબસ્ત ગોઠવ્યો છે.

📌 પોલીસ દ્વારા જાહેર અપીલ:
👉 શાંતિ જાળવવા અને કાયદો હાથમાં ન લેવા માટે સ્થાનિક લોકોને અપીલ કરવામાં આવી છે.
👉 પોલીસ દ્વારા તમામ સંડોવણીકારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

📍 અહેવાલ: (હર્ષ પટેલ – વડોદરા)