વડોદરાના ડભોઇના હરિહર આશ્રમ ખાતેથી શ્રાવણ ના પહેલા સોમવારે ગઈકાલે રાત્રે ડભોઈ દર્ભાવતી કાવડ યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો.

વડોદરા

સમગ્ર ગુજરાત ભરમાં આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે તેવામાં અનેક ભક્તો દ્વારા ગુજરાતના અનેક જિલ્લા તેમજ તાલુકામાં કાવડયાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે વડોદરાના ડભોઇ ખાતે આવેલ હરિહર આશ્રમ ખાતેથી શ્રાવણ ના પહેલા સોમવારે ગઈકાલે રાત્રે ડભોઈ દર્ભાવતી કાવડ યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો

આ કાવડ યાત્રા યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીના જળભરી ડભોઇ પરત થઈ હતી જ્યાં સિનોર ચોકડી ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા અને કરનાળી ના ટ્રસ્ટી નંદગીરી મહારાજ દ્વારા કાવડયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું એટલું જ નહીં કાવડયાત્રાના દર્શન કરી કાવડયાત્રા ડભોઇ શહેરના વાઘનાથ મંદિર,કુબેરેશ્વર મંદિર,પંચેશ્વર મહાદેવ ખાતે આવેલ મંદિર માં જળાભિષેક કરવામાં આવ્યો હતો

આ પ્રસંગે કુબેર ભંડારીના મુખ્ય ટ્રસ્ટી પ પુ દિનેશગીરી મહારાજ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ ડભોઇ નગરના પ્રમુખ સંદીપ શાહ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ ચેરમેન તેજલબેન સોની વિશાલભાઈ શાહ દક્ષાબેન પરેશભાઈ રબારી મોટી સંખ્યામાં શિવ ભક્તો તેમજ ડભોઇના રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે આ કાવડ યાત્રા આસગોલ ગામના સરપંચ જનક ભાઈ બારીયા અને દમોલી ગામના આગેવાન સાંતિલાલ રબારી ના સુચારુ સાથ સહકાર થી સંપન્ન કરવામાં આવી હતી.સાથે કાવડ યાત્રાના પ્રણેતા વિજયજી મહારાજ દ્વારા સમગ્ર સૃષ્ટિ અને દેશના લીધે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ દેશના દરેક નાગરિક હળીમળી અને ભાઈચાર સાથે રહે તેવી પણ પ્રાર્થના કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે શ્રાવણના છેલ્લા સોમવારે વડોદરા નવનાથ કાવડ યાત્રા નીકાળવામાં આવશે

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)