વડોદરાના ડભોઇ સરિતા રેલવે ઓવરબ્રિજ તાજેતરમાં જ તંત્ર દ્વારા રીપેરીંગ માટે સાત દિવસ બંધ રાખ્યા બાદ ફરી આ ઓવરબ્રિજ બંધ કરવાની નોબત.

વડોદરા

ડભોઇના સરિતા રેલવે ઓવરબ્રિજ તાજેતરમાં જ તંત્ર દ્વારા રીપેરીંગ માટે સાત દિવસ બંધ રાખ્યા બાદ ફરી આ ઓવર બ્રિજ ઉપર કોન્ટ્રાક્ટર અને તંત્ર ની બેદરકારીને કારણે મોટા મોટા ગાબડા પડી જતા અને પથ્થર બહાર આવી જતા તેમજ સળિયા બહાર દેખાતા ફરી આ ઓવરબ્રિજ બંધ કરવાની નોબત આવે તેવી વાહન ચાલકોમાં ચર્ચા ચાલી હતી…

ડભોઈ પાસે વેગા ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તા પર સરીતા રેલવે ફાટક પર આશરે નવ માસ પહેલા નવીન બનેલા ઓવરબીજ ખુલ્લો મુકવામાં આવેલા સરીતા ઓવર બ્રીજ સરીતા ફાટક ઉપર ભારે ટ્રાફિક જામ થવાને કારણે તંત્રે 40 કરોડના ખર્ચે આશરે એક કિલો મીટર લાંબો રેલવે ઓવર બ્રીજ બનાવ્યો હતો. જેને નવ માસ પહેલા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ રેલવે ઓવર બ્રીજ પર તાજેતરમાં બે વાર રીપેર કોન્ટ્રાક્ટર દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં આવતા સાત દિવસ માટે બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ હાલ ચોમાસાનો સમય હોય ઓવરબ્રિજ ઉપર કોન્ટ્રાક્ટર ની બેદરકારીને કારણે મોટા મોટા ગાબડા પડી ગયા છે અને પથ્થરો બહાર નીકળી જતા અને સળિયા બહાર નજરે પડતાં ફરી આ ઓવરબ્રિજ બંધ કરવાનો વારો આવે તેવી વાહન ચાલકોમાં ચર્ચાઓ ચાલી હતી…

અહેવાલ:- હર્ષ પટેલ (વડોદરા)