ડભોઇની હોસ્પિટલ મા 11 વર્ષની પુત્રી બાદ લાંબા સમય થી સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી શહેરની જાણીતી હોસ્પિટલ ધ્રુવીલ ખાતે છેલ્લા બે વર્ષથી સારવાર દરમિયાન દંપતિ માં 11વર્ષે એક સાથે ત્રણ તંદુરસ્ત બાળકો આવતા માતૃ સુખ પ્રાપ્ત થતા પરિવારે ખુશી વ્યક્ત કરી હતી 11વર્ષ ના લાંબા સમય બાદ એક સાથે બે દીકરા અને દીકરી નો જન્મ થતાં પરિવાર માં ખુશીની લહેર વ્યાપી હતી. ડૉ ધર્મેશ પટેલ નાં હોસ્પિટલ માં છેલ્લા બે વર્ષ થી રૂબીના બેન મોસીનભાઈ કડીવાલા સારવાર લઈ રહેલા પરિવાર મા 11 વર્ષે એક સાથે બે દીકરા અને દીકરી ને જન્મ આપ્યો,
રૂબીના બેન કડીવાલા 11 વર્ષ પહેલા એક દીકરીને જન્મ આપ્યા બાદ બાળક નાં થતુંહોવા ને લઇ સારવાર માટે ડભોઇ ધૃવિલ હોસ્પિટલ આવ્યા હતા નિષ્ણાત ગાયનેક તબીબ ધર્મેશ પટેલ દ્વારા તેમની સારવાર કરી 11 વર્ષ બાદ પ્રેગનેન્સી રહ્યા બાદ રૂબીના ની ડોક્ટર ધર્મેશભાઈ પટેલ અને એનસીસી ડોક્ટર વિજય શેઠ દ્વારા સફળ ડિલિવરી કરાવી હતી જેમાં એકસાથે બે દીકરા અને દીકરી નો જન્મ થતાં પરિવારે ખુશી વ્યક્ત કરી હતી સાથે તબીબ અને હોસ્પિટલ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો,
લગ્ન જીવન મા સંતાન પ્રાપ્તિ એ દંપતિમાટે સફળ લગ્ન જીવન મનાય છે અને આપણા સમાજ મા સંતાન વિના ના દંપતિ ની માનસિક સ્થિતિ દયનીય બને છે એમાય માતા બનવું દરેક સ્ત્રી ની ઈચ્છા હોય છે સંતાન ન હોવાને કારણે કેટલીક વાર લગ્નજીવન મા દરાર પણ આવે છે જેમા કેટલીક વખત કોઈ શારિરીક ખામીને કારણે માતા બનવામાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે…
અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)