વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મુદ્દે વિરોધ:
ગુજરાત સરકારના એક પરિપત્ર અનુસાર, મેનેજમેન્ટ ક્વોટા હેઠળ પ્રવેશ લેનારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે. આ નિર્ણયને લઈને વિવાદ ઉભો થયો છે અને વિદ્યાર્થી સંગઠન ABVPએ વિરોધ નોંધાવ્યો છે,
ABVPનું આંદોલન:
ABVPએ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ઉગ્ર દેખાવો કરી ચક્કાજામ કર્યું, જેના કારણે વાહન વ્યવહાર અટકી ગયો. ABVPનું કહેવું છે કે, શિષ્યવૃત્તિ મળવાની અપેક્ષા સાથે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો, પરંતુ હવે આ હક્કમાંથી તેમને વંચિત કરવામાં આવી રહ્યા છે,
લૉ કોલેજોમાં પ્રવેશ સમસ્યા:
રાજ્યની 28 ગ્રાન્ટેડ લૉ કોલેજોમાં અધ્યાપકોની અભાવને કારણે પ્રવેશ પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ માન્યતા રદ કરી દીધી છે. ABVPએ માગણી કરી છે કે, કોલેજોને ગ્રાન્ટ મળે અને પ્રવેશ પ્રક્રિયા ફરી શરૂ થાય,
પોલીસ અને ABVP વચ્ચે ઘર્ષણ:
વિરોધ પ્રદર્શનમાં પોલીસ અને ABVP કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી, ત્યારબાદ વાહન વ્યવહાર ફરી સામાન્ય થયો. ABVPએ ચેતવણી આપી છે કે જો સરકાર નિર્ણય પાછો નહીં ખેંચે, તો રાજ્યવ્યાપી આંદોલન થશે.
અહેવાલ :- ગુજરાત બ્યુરો