વડોદરામાં છેલ્લા ઘણા સમયથી બાઇકર્સ ગેંગે ધમાચકડી મચાવી

પોલીસને પડકાર ફેંક્યો હતો

વડોદરાના રાજમાર્ગો પર બેફામ બાઇક હંકારી આતંક મચાવતી બાઇકર્સ ગેંગ સામે હવે પોલીસ એક્શનમાં આવી છે.

105થી 134 કિમીની ઝડપે બાઇક હંકારતા બાઇકર્સ અન્ય વાહન ચાલકો માટે જોખમ બન્યા હતા તેમજ વાહનચાલકોને હેરાન પરેશાન કરી અપશબ્દો પણ બોલતા હતા.

રીલની આ રેસમાં પોલીસને હંફાવતી બાઇકર્સ ગેંગને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે ત્યારે બેખોફ બાઇકર્સ ગેંગહવે પોલીસને ભાઈસાબ બાપા કરતા બે હાથ જોડી માફી માગી માંગી રહી છે આમ પોલીસથી પંગો લેવો બાઇકર્સ ગેંગને હવે ભારે પડી રહ્યો છે.

અહેવાલ:- હર્ષ પટેલ (વડોદરા)