વડોદરામાં પરોઢે લૂંટ વીથ મર્ડરઃ પતિ બહાર ગયા અને ઘરની લાઇટો કપાઇ.

વડોદરામાં પરોઢે લૂંટ વીથ મર્ડરઃ પતિ બહાર ગયા અને ઘરની લાઇટો કપાઇ.

વડોદરા શહેરમાં રવિવારે વહેલી પરોઢે લૂંટ વીથ મર્ડરની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

વડોદરાના તરસાલી વિસ્તારમાં 70 વર્ષિય મહિલાની લૂંટના ઇરાદે હત્યા () કરવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આજે સવારે મહિલાના ઘરની લાઇટો જતા તે બહાર જોવા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવામાં અજાણ્યા શખ્સો દ્વારા તેમની હત્યા કરીને કાનની બુટ્ટી અને ચેઇનની લૂંટ કરી હોવાનું સપાટી પર આવ્યું છે.

આ ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. આ ઘટનાની તપાસમાં ડોગ સ્કવોર્ડ, એફએસએલ તથા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો જોડાઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર જણાવે છે કે, મકરપુરા પોલીસ મથકમાં આજે વહેલી સવારે એક લૂંટ વીથ મર્ડર રિપોર્ટ થયો છે. પોલીસને જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ ઘટના સ્થળે છે. હું પણ બનાવ સ્થળે આવ્યો છું. સંભવિત એન્ટ્રી પોઇન્ટ, વિજળી કટઓફ કરવાનો પ્રયાસ, બાદમાં બે સિનિયર સિટીઝન પૈકી મહિલાની બુટ્ટી અને ચેઇનની લૂંટના ઘટના સ્થળની મુલાકાત લીધી છે.

એફએલએસ ટીમ, પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીની ટીમ ઘટનાની વિગત, મોડસ ઓપરેન્ડી, અગાઉની ઘટનાઓ, તેમાં સંડોવાયેલા આરોપીઓને ધ્યાને રાખીને વિસ્તૃત તપાસ હાથ ધરી છે. આ ગુનાના આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસ તરફથી જુદી જુદી ટીમો મહેનત શરૂ કરી છે.

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)