વડોદરા જિલ્લા કલેકટર કચેરી જ પાસે ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળ્યું જો આ વરસાદમાં પાણી ભરાય અને વાહન ચાલક ગટરમાં ખાબકે તો જવાબદાર કોણ ?

વડોદરા

વડોદરા શહેર દિવાળી પૂરા ખાતે આવેલ જિલ્લા કલેકટર કચેરી પાસે જ ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે આ માર્ગ પર હજારો વાહન ચાલકો પસાર થતા હોય તો અને હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આ માર્ગ પર પાણી ભરાય અને વાહન ચાલક તૂટેલ ગટરના ઢાંકણા ખાબકે અને અક્સ્માત થાય તો જવાબદાર કોણ.?

આ કલેકટર કચેરીએ નેતા, પદ અધિકારીઓ સાથે કર્મચારીઓ કામ અર્થે આવતા હોય છે તો શું આ ગટરનું ઢાંકણું તૂટેલું ધ્યાન આવ્યું જ નહિ.

કહેવાય છે કે ગાંડી સાશરે ન જાય અને ડાહી ને સલાહ આપે એવી કહેવત જેવું લાગી રહ્યું છે.ત્યાં વડોદરા વિકાસ સેના દ્વારા આ તૂટેલું ગટરનું ઢાંકણું વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)