છોટાઉદેપુર લોકસભા માટે પોલીસ સ્ટાફ સહિતના કર્મચારીઓએ કર્યું મતદાન
વડોદરા :-
21 છોટાઉદેપુર લોકસભા માટે પોલીસ સ્ટાફ સહિતના કર્મચારીઓએ કર્યું મતદાન
ડભોઇ સેવા સદન ખાતે મતદાન પ્રક્રિયા યોજાઇમોટી સંખ્યામાં અધિકારીઓ અને હોમગાર્ડ જવાનો મતદાન કર્યું છે તમામે કર્યું બેલેટ પેપર થી મતદાન 250 પોલીસ કર્મચારી,350 હોમગાર્ડ જવાન,ઉપરાંત ડભોઇ-ચાણોદ અને વરણામા યુનિટના 600જેટલાજીઆરડીજવાનોએકર્યુંમતદાનલોકસભાની ચૂંટણીના દિવસે કર્મચારીઓ બંદોબસ્ત માં તેનાત રહેનાર હોવાથી આજરોજ બેલેટ પેપરથી કર્યું મતદાન
“ચુનાવ કા પર્વ દેશ કા ગર્વનાં સુભ સંદેશ લઈ છોટાઉદેપુર લોકસભા 21 માં આવતા ડભોઇ વિધાનસભા 140 મતદાન ખાતે પોલીસ જી.આર.ડી અને હોમગાર્ડના જવાનો દ્વારા ફરજ માં જવાનું હોય જેથી કરીને બેલેટપેપર પર મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. અને મતદાતાઓ દ્વારા મત દાન કરવામાં આવે તેવી જાગૃતિ રાખવા પણ અપીલ કરી હતી.
છોટાઉદેપુર લોકસભા 21 માં આવતા ડભોઇ વિધાનસભા 140 કોલેજ ખાતે ચાંદોદ વરણામાં ડભોઇ માં ફરજ બજાવતા પોલીસ જવાનો હોમગાર્ડ અને જી.આર.ડી જવાનોએ આજે બ્લેટ પેપરથી મતદાન કરવા લાઈનોમાં જોવા મળી રહ્યા હતા અને ઉત્સાહભેર પોતાનું મતદાન કર્યું હતું આ પ્રસંગે વડોદરા જિલ્લા જી આર ડી ના માનંદ અધિકારી હેમંતભાઈ પાઠક એ જણાવ્યું હતું કે લોકશાહી ના પર્વમાં એક એક મત પણ મહત્ત્વનો સાબિત થાય છે.અને મતદાન એ મતદારની પણ નૈતિક ફરજ પણ છે. જેથી ચુંટણી પર્વમાં લોકોનો ઉત્સાહ વધે તે હેતુ થી વધુ મતદાન થાય અને રાષ્ટ્રીય કાર્યમાં સહભાગી થવા અને પોતાનો મતનો અધિકાર નો સાતમી મેના રોજ મતદાન કરવા અપીલ કરી હતી.
સંવાદદાતા :- હર્ષ પટેલ