વડોદરા ડભોઈનો સરિતા ફાટક બ્રિજ 7 દિવસ વાહન વ્યવહાર માટે બંધ

વડોદરા

Advertisement

જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એ. શાહે કાયદાની લાગુ પડતી જોગવાઈ અન્વયે વાહન વ્યવહારના સરળ નિયમન માટે ડભોઈ ખાતે આર.ઓ.બી. એલ.સી.19x સરિતા ફાટક બ્રીજ જાહેર જનતાના વાહન વ્યવહાર માટે તા. ૧૪/૦૬/૨૦૨૪ થી તા. ૨૦/૦૬/૨૦૨૪ સુધી પ્રતિબંધ જાહેર કર્યો છે. તથા આ રૂટ પરના વાહનો માટે વૈકલ્પિક રસ્તા તરીકે નીચે મુજબનો ડાયવર્ઝનવાળો રસ્તો ઉપયોગમાં લેવા આદેશ ફરમાવ્યો છે.

ડભોઈ ખાતે આર.ઓ.બી. એલ.સી.19x સરિતા ફાટક બ્રીજના રસ્તાનો વૈકલ્પિક ડાયવર્ઝનવાળો રસ્તો નીચે મુજબ છે.

ડભોઈ ખાતે આર.ઓ.બી. એલ.સી.19x સરિતા ફાટક બ્રીજના રસ્તાનો વૈકલ્પિક ડાયવર્ઝનવાળો રસ્તો નીચે મુજબ છે.
(૧) વડોદરાથી રાજપીપળા તેમજ કેવડીયા આવવા-જવા માટેનો રૂટ (ભારે વાહનો માટે)
વડોદરા-કપુરાઈ ચોકડી-થુવાવી જંકશનથી રાજલી ચોકડીથી મંડાળા ચોકડી થઈને થરવાસા ચોકડી થઈ રાજપીપળા તેમજ કેવડીયા જવા માટે ઉપયોગ કરવાનો રહેશે.(૨) વડોદરાથી રાજપીપળા તેમજ કેવડીયા આવવા-જવા માટેનો રૂટ (હળવા વાહનો માટે) વડોદરા-કપુરાઈ ચોકડી-ફરતીકુઈ ગામ થઈ નડા ગામ થઈ થરવાસા ચોકડી થઈ રાજપીપળા તેમજ કેવડીયા જવા માટે ઉપયોગ કરવાનો રહેશે.
(3) કેવડીયા, રાજપીપળાથી વડોદરા આવવા-જવા માટેનો રૂટ (ભારે વાહનો માટે) કેવડીયા થી બુજેઠા પાટીયાથી શિનોર ચોકડીથી થરવાસા ચોકડીથી મંડાળા ચોકડીથી રાજલી ચોકડી (થુવાવી જંકશનથી) વડોદરા તરફ જવા માટે ઉપયોગ કરવાનો રહેશે.
(૪) કેવડીયા, રાજપીપળાથી વડોદરા આવવા-જવા માટેનો રૂટ (હળવા વાહનો માટે) રાજપીપળા થી સેગવા ચોકડી-શિનોર ચોકડી-થરવાસા ચોકડી-નડા ગામ-ફરતીકુઈ ચોકડી થઈ વડોદરા શહેર તરફ જવા માટે ઉપયોગ કરવાનો રહેશે.

આ જાહેરનામું તા. ૧૪/૦૬/૨૦૨૪ થી તા. ૨૦/૦૬/૨૦૨૪ સુધી ૭ (સાત) દિવસ માટે અમલમાં રહેશે. જાહેર જનતાએ ઉક્ત જણાવ્યા મુજબના ડાયવર્ઝનવાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે…

અહેવાલ : હર્ષ હર્ષ પટેલ (વડોદરા)

Advertisement