વડોદરા પોલીસ કમિશનરના નિર્ણયથી વડોદરા ગણેશ ઉત્સવ સમિતિમાં ખુશીની લાગણી વ્યાપી

વડોદરા

મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતું હોય તો તે છે ગુજરાત અને તેમાં પણ વડોદરા નું સ્થાન પ્રથમ આવે છે.વડોદરામાં અનેકો ગણેશ મંડળો આવ્યા છે ત્યારે વડોદરાના ગણેશ ઉત્સવ સમિતિ અનેકો પડતર પ્રશ્નો હતા જેમાં ભગવાન ગણેશની પ્રતિમા ની હાઈટને લઈને તંત્ર અને વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ વચ્ચે વાટાઘાટો ચાલતી હતી

આજરોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમા કોમર તેમના ઓફિસ પોલીસ ભવન ખાતે મળ્યા હતા જ્યાં વડોદરા ગણેશ ઉત્સવ સમિતિને સુખદ સમાધાન મળ્યું હતું વડોદરા શહેર પોલીસ કમિશનરે ગત વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ગણેશ મંડળો ગણેશ ઉત્સવ ઉજવી શકશે તેવી રીતનો આશ્વાસન વડોદરા ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોને આપવામાં આવ્યો હતો. આ નિર્ણય આવતાની સાથે જ વડોદરાના તમામ ગણેશ મંડળોમાં વાતાવરણ સર્જાયું હતું તમામ મંડળો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરના આ નિર્ણયને બિરદાવવામાં આવ્યો હતો તેમ જ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ નિર્ણયનો શ્રી ગણપતિ બાપ્પાને અર્પણ કર્યો હતો કોઈપણ રાજકીય દખલ અંદાજી વગર આ નિર્ણય આવતા વડોદરાના તમામ ગણેશ મંડળોએ ખુશ થયા હતા.

અહેવાલ:- હર્ષ પટેલ (વડોદરા)