વડોદરા શહેરના ગરીબો સાથે રમત રમતું પાલિકા તંત્ર

વડોદરા

શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કાચા પાકાં આવાસોને દૂર કરવામાં આવ્યા હતા અને ત્યાં રહેતા લોકોને શહેરના અલગ અલગ વિસ્તારમાં વુડાના આવાસોમા મકાનોની ફાળવણી કરી આપવામાં આવી હતી

આ જ રીતે ત્રણ વર્ષ અગાઉ શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી કાચા આવાસો, ઝૂંપડા દૂર કરી ત્યાં રહેતા લોકોને શહેરના કલાલી ખિસકોલી સર્કલ નજીકના જાગનાથ-2 ખાતેના વુડાના આવાસોમા મકાનોની ફાળવણી તંત્ર દ્વારા કરવામાં આવી હતી પરંતુ શરુઆતથી જ અહીં ડ્રેનેજની, પાણીની, સ્વચ્છતાની સુવિધાઓ યોગ્ય રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી નથી સાથે જ અહીં વારંવાર વીજપુરવઠો પણ ખોરવાઇ જતાં લોકો ભર ઉનાળામાં, ચોમાસામાં પણ લાઇટ વિના તકલીફ ઉઠાવી રહ્યાં છે. અહીં સુવિધાના નામે લોકોને કંઇ જ મળ્યું નથી લોકો નર્કાગાર સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.

કલાલી ખિસકોલી સર્કલ નજીક આવેલા જાગનાથ-2 વુડાના આવાસોમા લોકો તંત્રના પાપે નર્કાગાર જેવી જીંદગીમાં જીવવા મજબૂર બન્યા

અનેકવાર સ્થાનિક ધારાસભ્ય, મ્યુનિસપિલ કાઉન્સિલરો ને રજૂઆતો કરવા છતાં સ્થાનિકોને ન્યાય મળ્યો નથી જાણે તેઓને કોઇ સજા મળી રહી હોય તેવું બદતર જીવન જીવવા મજબૂર બન્યા છે.લોકો અહીં વેચાતું પાણી લેવા મજબૂર છે સાથે જ ચોમાસામાં તો નજીવા પાણીમાં અહીં ઢીંચણ સમા પાણી ભરાઇ જાય છે જેમાં સરિસૃપ જીવો પણ ઘણી વાર આવી જતાં લોકો જોખમી પરિસ્થિતિમાં જીવવા તંત્રના પાપે મજબૂર બન્યા છે.

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)