વડોદરા શહેરમાં નજીવા વરસાદમાં પાલિકા તંત્રની પોલ ખુલી.

વડોદરા:

વડોદરા શહેરમાં ભુવા પડવાના સિલસિલા યથાવત જોવા મળી રહ્યા છે ત્યારે રાજમહેલ રોડ ખાતે આવેલ ખાડીયાપોળ ખાતે ભૂવો પડતા વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના નગરસેવકે પાલિકા ના અધિકારીઓ ની કામગીરી પર સવાલો ઉઠાવ્યા….

રાજ મહેલ રોડ ખાતે આવેલ ખાડિયા પોળ નંબર 2 માં થોડા સમય પહેલા જ રોડ બનાવવામાં આવેલો લાખો રૂપિયાથી એ રોડ આજે જોઈ શકો આખો રોડ બેસી ગયો છે આવું કામગીરી થતી હોય અને એવી કામગીરી તદ્દન ગેર વ્યાજબી છે કોઈ જાતનું તંત્ર દ્વારા નિરીક્ષણ કે યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવતી નથી જેને લઈને વડોદરા શહેરમાં ભુવા પડવાના સિલસિલો યથાવત જોવા મળી રહ્યા છે .

પાલિકા તંત્રના અધિકારીઓ ફક્ત સ્માર્ટ સિટીની વાતો કરી વાહ વાહ લૂંટી રહ્યા છે ત્યારે પ્રજા વળતર પેટે ટેક્સ ચૂકી રહી છે જેના સામે પ્રજાને યોગ્ય સુવિધાઓ મળતી નથી ત્યારે આજે ફરી એક વખત ભુવો પડતા વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના નગર સેવક બાળું ભાઈ સુર્વે એ પાલિકા તંત્ર ના અધિકારીઓ એ કરેલી કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે કે હલકી કક્ષાનો મટીરીયલ વાપરે કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને આવા ભુવા પડી રહ્યા છે વધુમાં વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના નગરસેવા કે જણાવ્યું .

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)