વડોદરા
વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર રોંગ સાઈડથી આવતાં વાહનોના કારણે અકસ્માત સર્જાય છે. અકસ્માતના બનાવોને નિયંત્રણમાં લાવવા માટે ટ્રાફીક પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરુ કરી હતી. રોંગ સાઈડ વાહન ચલાવનારા ૩૩૦ ચાલકો સામે છેલ્લા એક સપ્તાહમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા છે.
શહેર પોલીસ તંત્રના ડી.સી.પી. ટ્રાફીક જ્યોતિ પટેલે જણાવ્યુ હતુ કે, તા. ૨૨થી ૨૮ જૂન ૨૦૨૪ સુધી પોલીસ પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરુ કરવામાં આવી હતી. ૧૨૫ વાહન ચાલકોને ટ્રાફિક નિયમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ હતુ. શહેરના ૩૦ જંક્શન ઉપર ટ્રાફીક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અન્ય રાહદારીઓની જીંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતાં વાહન ચાલકો સામે કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન રૉંગ સાઈડ વાહન ચલાવનારા ૩૩૦ વાહન ચાલકો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં ઝુંબેશને વેગવંતી બનાવવાનું પોલીસ તંત્ર વિચારી રહી છે.
અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)