વડોદરા શહેર વોર્ડ નંબર 14ના સમાવિષ્ઠ વિસ્તારની સંપર્ક સમસ્યા સેવા કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું

વડોદરા

વડોદરા શહેર વોર્ડ નંબર 14ના સમાવિષ્ઠ વિસ્તારની સંપર્ક સમસ્યા સેવા કાર્યકમ અંતર્ગત આજે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા કલ્યાણ પ્રસાદ હવેલી ખાતે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુભાઈ શુકલ એ વોર્ડ નંબર 14ના લોકોની સમસ્યા અંગે કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વોર્ડ નંબર 14ના સ્થાનિક લોકોએ રોડ રસ્તા પાણી અને ગેરકાયદેસર બાંધકામોને લઈને રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરા શહેરમાં પાલીકા તંત્ર દ્વારા ગેર બાંધકામો લઈને અનેક વખત આવે છે તેને લઈને પણ બાળુભાઈ શુકલ મેળ રજૂઆત કરવામાં આવી હતી અને વોર્ડ નંબર 14 માં આવેલા અનેક વિસ્તારોમાં રોડ રસ્તા પાણી અને પેવર બ્લોક ની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તમામ નાગરિકોની રજૂઆતો સાંભળી ને વહેલી તકે નિરાકરણ કરવાની બાહેધરી આપવામાં આવી હતી

આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 14 ના સ્થાનિક નગર સેવકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)