વન્યપ્રાણી સંરક્ષણ માટે ખુલ્લા કુવાઓ પર પારાપેટ હોલ બાંધવા ૯૦% સબસીડી – ખેડૂતોને સરકારનો અનુરોધ!!

જૂનાગઢ: ગુજરાતનું ગૌરવ એશિયાઈ સિંહ એકમાત્ર ગીર જંગલમાં જોવા મળે છે. ગીર જંગલ અને આસપાસના વિસ્તારમા સિંહોની વસ્તી રક્ષણ માટે સરકાર અને સ્થાનિક લોકોના સહયોગથી અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા હવે વન્યપ્રાણીઓના રક્ષણ માટે ખુલ્લા કુવાઓને સુરક્ષિત કરવા માટે પારાપેટ હોલ બાંધવા માટે ૯૦% સબસીડી આપવામાં આવી રહી છે.

વન વિભાગની અખબારી યાદી અનુસાર, વન્યપ્રાણી અવરજવર વાળા વિસ્તારોમાં ખુલ્લા કુવાઓ પ્રાણીઓ માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. કુવામાં પડીને સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓના મૃત્યુના અનેક બનાવો સામે આવ્યા છે. આવા દૂર્ઘટનાઓને ટાળવા માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ યોજના હાથ ધરવામાં આવી છે, જેમાં ખેડૂતોને ખુલ્લા કુવા પર પારાપેટ હોલ બાંધવા માટે કુલ ખર્ચનો ૯૦% ભાગ સબસીડી રૂપે આપવામાં આવશે.

ખેડૂતો માટે લાભ:
➡️ સરકાર તરફથી ૯૦% સબસીડી
➡️ રક્ષણાત્મક બાંધકામ માટે સહાય
➡️ વન્યપ્રાણી અને પશુઓના રક્ષણ માટે મહત્વપૂર્ણ પગલું

નાયબ વન સંરક્ષક, ગીર પશ્ચિમ વિભાગે ખેડૂતોને અનુરોધ કર્યો છે કે, ખેતીની આસપાસ ઇલેક્ટ્રિક વાયર લગાવવાથી પરહેજ રાખે. કારણ કે, ઇલેક્ટ્રિક શોકથી વન્ય પ્રાણીઓ અને પશુઓને ગંભીર ઈજાઓ થાય છે. ખેડૂતોને આ યોજના અંતર્ગત તાત્કાલિક લાભ લેવા અને તેમની ખેતરની આસપાસના ખુલ્લા કુવા પર પારાપેટ હોલ બાંધવા માટે અપીલ કરવામાં આવી છે.

સંપર્ક માટે:
ખેડૂતો અને સ્થાનિક લોકોએ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા શિકારી પ્રવૃત્તિઓ અંગે વન વિભાગની કચેરી અથવા ટોલ ફ્રી નંબર 1800 233 0789 અથવા 1926 પર તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

વિશેષ:
ગીરના જંગલમાં એશિયાઈ સિંહોની સુરક્ષા માટે સરકાર અને સ્થાનિક લોકોના સહકારથી સતત પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાત સરકારની આ સબસીડી યોજના ખેતરોની સુરક્ષા અને વન્યપ્રાણી રક્ષણ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ