સુરત :
ગુજરાતની અગ્રણ્ય બેંકોમાં સ્થાન ધરાવતી ધી વરાછા કો- ઓપ. બેંક લિ., સુરતને લાર્જ UCB કેટેગરીમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઈનિશેટીવ એવોર્ડ થી નેશનલ કક્ષાએ સન્માનિત કરવામાં આવી છે. બેન્કિંગ ફ્રન્ટિયર્સ દ્વારા તા. ૧૯ ઓક્ટોબર, ૨૦૨૪ શનિવારનાં રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના લખનઉ શહેરની હોટલ હોલીડે ઇન ખાતે આયોજિત “નેશનલ કો-ઓપ. બેંક સમિટ અને ફ્રન્ટિયર્સ કો-ઓપ. બેંક એવોર્ડ” સમારોહમાં ભારતની અર્બન કો-ઓપ. બેંકોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ સમારોહમાં ગુજરાત રાજ્યના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તેમજ RBIનાં અધિકારીઓ અને ભારતની ૫૮૨ સહકારી બેંકોનાં હોદ્દેદારશ્રીઓ સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો. સમારોહમાં વરાછા બેંકના જનરલ મેનેજર વિઠ્ઠલભાઈ ધાનાણી અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર પરેશભાઈ કેલાવાલા ઉપસ્થિત રહી ગુજરાત રાજ્યના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાનાં હસ્તે એવોર્ડ સ્વીકાર્યો હતો.
આ નેશનલ સમિટમાં બેન્કિંગ અને ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીઝનાં નિષ્ણાંતો સાથે અલગ અલગ વિષય પર પેનલ ડિસ્કશન નું આયોજન કરવામાં આવ્યું હતું. બેંકના જનરલ મેનેજર વિઠ્ઠલભાઈ ધાનાણી દ્વારા પેનલ ડિસ્કશનમાં વિઝન ઓફ વિઝનરીઝ ફોર કો-ઓપ. બેંક્સ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે AGMશ્રી પરેશભાઈ કેલાવાલા દ્વારા સાઇબર સિક્યુરિટી ઇન કો-ઓપ. બેન્કિંગ વિશે પેનલમાં ચર્ચા કરવામાં આવી હતી.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)