વલસાડ: વર્તમાન સમયમાં ચકલીઓની સંખ્યા ઘટી રહી છે. જે પ્રકૃતિનાં સંતુલન માટે એક ગંભીર સંકેત છે. ત્યારે ચકલીઓની સંખ્યા વધારવા તેમજ તેનાં સંરક્ષણ માટે વલસાડના અતુલ ફાઉન્ડેશન અને સેવા મિત્ર મંડળનાં સહયોગથી અતુલ ગ્રામપંચાયતમાં ગામનાં લોકોને વિનામૂલ્યે ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી ચકલીઓને સુરક્ષિત અને આરોગ્યપ્રદ રહેઠાણ આપી શકાય. જેમાં ગ્રામજનોએ સહકાર આપી મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ગ્રામજનોએ અદમ્ય ઉત્સાહ બતાવી ચકલીઘર લેવા માટે લાઈન લગાવી હતી. આશરે ૫૫૦ થી ૬૦૦ ચકલીઘરોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ:- અંકેશ યાદવ , વલસાડ