ખેરગામ
વલસાડ જિલ્લાની પ્રખ્યાત કોનવેન્ટ હાઇસ્કૂલમાં “ક્રાઉનિંગ ધી લીડર્સ ઓફ ટુમોરો” થીમ પર ઇન્સ્ટિટ્યૂટરી સેરેમની યોજાઈ જેમાં મુખ્ય મહેમાન તરીકે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ અને વલસાડ ડોક્ટર્સ એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ ખેરગામના યુવા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને ડો.દિવ્યાંગી નિરવ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા ડો.નિરવ પટેલ ભાવુક થયાં હતાં અને જણાવ્યું હતું કે મુખ્ય મહેમાન તરીકે હું અનેક સ્થળોએ આજસુધી હાજરી આપી ચુક્યો છું પરંતુ દિકરીના લીધે મુખ્ય મહેમાન બનવાનું થયું એ માબાપ તરીકે ગર્વની વાત છે.આજના જમાનામાં માબાપ બાળકોને વધારે પડતા આળપંપાળ કરતા હોવાથી બાળકો તકલીફ સહન કરી શકતા નથી અને નાની નાની વાતોમાં ડિપ્રેશનમા આવી જઈ આત્મહત્યા કરી લેતાં હોય છે અથવા ચરસ ગાંજા જેવા વ્યસનોને રવાડે ચડી જતાં હોય છે.આથી બાળકોને નિષ્ફ્ળતા શું હોય તે પણ શીખવાડો અને શિક્ષકો હંમેશા બાળકોની ભલાઈ માટે જ શિક્ષા કરતા હોય છે,તો નાની નાની વાતોમાં હોબાળો મચાવવાનો છોડી દઈ બાળકોને સારામાં સારુ શિક્ષણ,સંસ્કાર અને જીવન જીવવાની સાચી રાહ કેવી રીતે મળે એ દિશામા જ વિચારો કરવા જોઈએ.અમે શાળામાં ભણતા ત્યારે ગુરુજનોમા “સોટી વાગે ચમ ચમ,વિદ્યા આવે ધમ ધમ”ને લીધે વિદ્યાર્થીઓ કાયમી શિસ્ત અને અનુશાશનમા રહેતા.આજે મને ગર્વ છે કે મેં જિલ્લાની સૌથી સારામાં સારી શાળાઓ પૈકીની એક શાળામાં મારું બાળક ભણવા મૂક્યું છે.
તમામ વાલીઓને અનુરોધ કરતા જણાવું છું કે બાળકોને તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી કરવા માટેનો ગધેડો નહિ બનાવો અને એલોકોને ભાર વગરનું ભણતર આપો.અને હું આ પ્રસંગે શાળાના હોનહાર બાળકોને બોર્ડ ઓફ ઓનર બનાવવામાં આવ્યા હતાં.જેમા તબિબ દંપત્તિની દિકરી નિદિવા તેમજ જીયા,મહર્ષિ,દિત્યા, રેહાન,સ્વરા, ભવ્ય,ક્રીશીવ, વ્રજ,અક્ષત,અલીના,કોનાર,નિવેદ્યા,ક્ષિતિજ,વૃષા,ધૈર્યા,ક્રિસ્ટલ, રિયાન,નવાબ,યુતિ,પ્રિન્સી વગેરેનો સમાવેશ થયો હતો.કાર્યક્રમનું સંચાલન આચાર્યા સિસ્ટર સંગીતા ડી’સિલ્વા અને મેનેજર હેલન પેરેરાએ બાળકોને જિંદગીમા ખુબ સારા કામો કરી શાળા અને દેશનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતાં.કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન શિક્ષકો સીમાબેન,આશિયાનાબેન,સેજલબેન,મેરીબેન,શિરીષભાઈ વગેરેએ સફળતાપૂર્વક કર્યુ હતું.
અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)