પૃથ્વી અને પર્યાવરણ પ્રત્યે પ્રતિબધ્ધતા અને જાગૃતિ કેળવવા ‘‘અર્થ અવર’’ની ઉજવણી દર વર્ષે માર્ચ મહિનાનાં ચોથા શનિવારે સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. આ નિમિત્તે રાત્રે ૮-૩૦ થી ૯-૩૦ એક કલાક દરમિયાન બિન જરૂરી લાઇટસ અને વિજળી બંધ કરી એક કલાક પૃથ્વી માટે ફાળવવા વૈશ્વિક અપીલ કરાય છે જેનાં માટે WWF (World Wide Fund for Nature) ગ્લોબલી કેમ્પેઈન કરી રહ્યું છે.
બોલીવુડના ગિટાર વાદક વિજય ટંડેલે ફિલ્મી સ્ટાઈલમાં અનોખા અંદાજમાં ગિટાર વગાડી સૌને પર્યાવરણ વિશે જાગૃત કર્યા
આ કેમ્પેઈન એટલે કે અર્થ અવરની ઉજવણી વલસાડમાં સૌથી મોટા એવાં રહેણાંક વિસ્તાર ધરાવતા સરદાર હાઈટસમાં કરવામાં આવી હતી, જ્યાં રહેવાસીઓએ ભેગા મળી પોતાનાં ઘરોની લાઇટ્સ બંધ રાખી હતી. આ ઉજવણીમાં રહીશો ડીજેના તાલે ભારતીય સંસ્કૃતિકની વિરાસત સમાન ગરબા પણ રમ્યા હતા. લોકોને આ ગ્લોબલ ઈવેન્ટમાં જોડાવવા અને લોકોનું ધ્યાન દોરાઈ તે માટે WWF દ્વારા બોલીવુડના જાણીતા ગિટાર વાદક વિજય ટંડેલને આમંત્રિત કરાયા હતા. તેમણે પોતાનાં અનોખા અંદાજમાં ગિટાર વગાડી સૌને મંત્ર મુગ્ધ કર્યાં હતાં.
આ સાથે WWF-India તરફથી ચકલીનાં માળા ઉપસ્થિત સૌને વિના મૂલ્યે વિતરણ કર્યા હતા. WWF-India નાં સ્ટેટ હેડ મૌતિક દવેએ સર્વ રહેવાસીઓને આવા ઈવેન્ટમાં ભાગ લઈ આપણાં પર્યાવરણ અને પ્રકૃતિને બચાવવા સહભાગી થવા વિનંતી કરી હતી. અર્થ અવર ઉજવણીને સફળ બનાવવા WWF-India નાં સ્ટેટ હેડ મૌતિક દવે અને તેમની ટીમ તથા સરદાર હાઈટસનાં પ્રમુખ કુમાર વિકાસ અને તેમની ટીમે સહકાર આપ્યો હતો.
રિપોર્ટ :- અંકેશ યાદવ , વલસાડ