વલસાડમાં ડી-પીઝા અને વાપીની રેસ્ટોરન્ટમાંથી લીધેલા ખોરાકના નમૂનાઓ નાપાસ, કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે

વલસાડ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા જુલાઈ 2025 માસ દરમિયાન કરાયેલા ચેકિંગમાં ખાદ્ય નમૂનાના પરીણામ ચિંતાજનક આવ્યાં છે. તંત્ર દ્વારા ડી-પીઝા અને તંદુર ટ્રેલ રેસ્ટોરન્ટમાંથી લીધેલા કુલ ત્રણ નમૂનાઓ નાપાસ જાહેર કરવામાં આવ્યા છે.

વલસાડના તિથલ રોડ પર આવેલ એમ સ્ક્વેર મોલની પ્રથમ મંજિલે આવેલી ડી-પીઝા શોપમાંથી ટોમેટો સૂપ અને ડ્રાય મંચુરિયનના નમૂનાઓ લેવામાં આવ્યાં હતા. જ્યારે વાપી ખાતે શાંતિ કોમ્પ્લેક્સમાં આવેલી તંદુર ટ્રેલ રેસ્ટોરન્ટમાંથી પનીરનો નમૂનો લેવાયો હતો. ત્રણેય નમૂનાઓ ફૂડ એનાલિસ્ટ દ્વારા નાપાસ જાહેર કરાયા છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ આ બંને કિસ્સાઓમાં જવાબદાર વ્યક્તિઓ સામે આગળ કાયદેસર કાર્યવાહી શરૂ કરાશે. ખોરાકની ગુણવત્તા સામે તંત્રનું તિક્ષણ નજર રાખવી આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે. જનતાને સલામત ખાદ્ય પદાર્થો પ્રાપ્ત થાય એ માટે તંત્રનું આયોજનિત ચેકિંગ અભિનંદન યોગ્ય છે.

રિપોર્ટ :- અંકેશ યાદવ , ખેરગામ