વલસાડ જિલ્લાના સેવગી અને કાંજણહરિ પ્રાથમિક શાળાઓમાં પર્યાવરણ સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ ફેલાવતો સુંદર કાર્યક્રમ યોજાયો. “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વ્રુક્ષારોપણ સાથે સાથે NDRF ની ટીમ દ્વારા જીવદયા અને બચાવ કામગીરીનું ડેમો પણ રજૂ કરાયું.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અર્જુન પટેલ, ડિઝાસ્ટર મામલતદાર એચ.એચ. કાકલોટકર, અને વલસાડ બીઆરસી કૉ.ઑ. મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સર્વોદય હાઈસ્કૂલ સેગવી અને પી.એમ. શ્રી કાંજણહરિ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત થયો.
કાંજણહરિ શાળામાં વૃક્ષારોપણ બાદ મિતેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને વૃક્ષોના મહત્વ અંગે માહિતી આપી. એનડીઆરએફની ટીમ દ્વારા આપત્તિ સમયે કેવી રીતે રેસ્ક્યુ અને સુરક્ષા કાર્ય કરવામાં આવે તેની પ્રત્યક્ષ ઝાંખી આપી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમના ભાગરૂપે મિતેશભાઈ પટેલે પોતાનો ૪૬મો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો, જેમાં ૨૪૦૦ વૃક્ષો રોપવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ યોજાયું. સાથે જ વિદ્યાર્થીઓને સદ્સાહિત્ય અને બોલપેન વિતરણ કરવામાં આવ્યા.
અતિથિ તરીકે ઇન્સ્પેક્ટર રણજીતકુમાર, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર જયવીરસિંહ રાઓલ, ASI એસ. કે. રાવ, વલસાડ યુવા પ્રભારી સંજય પટેલ અને નવસારી યુવા પ્રભારી ચેતન પટેલની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી.
રિપોર્ટ: અંકેશ યાદવ, ખેરગામ