વલસાડ કલેક્ટર ઓફિસ ખાતે UCC મુદ્દે બેઠક યોજાઈ, કપરાડા આદિવાસી સંગઠનના પ્રમુખ ભાવુ થોરાત હાજર!!

વલસાડ: યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને લઈને વલસાડ કલેક્ટર ઓફિસમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં નિવૃત્ત સુપ્રિમ કોર્ટ ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતા હેઠળ વિવિધ સંસ્થાઓ અને નાગરિક પ્રતિનિધિઓએ ભાગ લીધો.

📌 કોણ-કોણ રહ્યો હાજર?

  • ધાર્મિક સંસ્થાના વડાઓ
  • યુનિવર્સિટી અને કોલેજના આચાર્યો
  • એવોર્ડ વિજેતા કાયદાના નિષ્ણાંતો
  • સામાજિક કાર્યકરો અને નાગરિકો

📢 કપરાડાના આદિવાસી સંગઠનના પ્રમુખ ભાવુ થોરાતે UCCનો વિરોધ નોંધાવ્યો
કપરાડા તાલુકાના નોન-જ્યુડિશિયલ આદિવાસી સંગઠનના પ્રમુખ ભાવુભાઈ થોરાત પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આદિવાસીઓના હક્ક અને અધિકારોના સંદર્ભમાં પ્રસ્તુતિ આપી અને UCCને લઈને વિવાદ વ્યક્ત કર્યો.

🗣️ “આદિવાસીઓ દેશના મૂળ માલિક છે” – ભાવુ થોરાત
ભાવે આદિવાસીઓ ભારતીય નાગરિક નહીં, પણ દેશના મૂળ રહેવાસી હોવાનો દાવો કર્યો. તેઓએ જણાવ્યું કે પહેલાં IPC, CRPC અને Hindu Marriage Act જેવા કાયદાઓ આદિવાસીઓ પર લાગુ પડતા નહોતા. પરંતુ હવે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડના માધ્યમથી તેમને નાગરિક જાહેર કરીને કાયદાના દાયરામાં લાવવામાં આવ્યા છે.

📜 કેન્દ્ર સરકાર સમક્ષ નોટિફિકેશન જાહેર કરવાની માંગ
UCCના અમલને લઈને તેમણે આદિવાસીઓ માટે અલગ જ કાનૂની વ્યવસ્થા રાખવાની માંગ કરી અને કેન્દ્ર સરકારએ આદિવાસીઓને UCCના અમલથી અલગ રાખવા માટે નોટિફિકેશન જાહેર કરવું જોઈએ, તેવું પણ રજૂઆત કરી.

👉 હવે જોવાનું રહ્યું કે સરકાર આ દાવો અને માંગણીઓને કેવી રીતે પ્રતિક્રિયા આપે છે.

📍 સ્થાન: વલસાડ
📝 અહેવાલ: વિશાલ પટેલ, ખેરગામ