વલસાડ કોલેજ કેમ્પસના સંસ્કાર કેન્દ્રમાં આજે તા.૧૫ ઓકટો.ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

ખેરગામ

રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લીધા હતા. વડાપ્રધાન ના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વર્ષ- ૨૦૦૧ થી વર્ષ- ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથાને જનજનમાં ઉજાગર કરવા માટે દર વર્ષે તા. ૦૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણી કરવામાં આવશે.

વલસાડ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તા.૧૫ ઓકટોબરના રોજ સવારે ૧૧-૩૦ કલાકે કોલેજ કેમ્પસના સંસ્કાર કેન્દ્ર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.

અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)