વલસાડ જિલ્લાની વાપી અને ઉમરગામમાંથી ત્રણ યુવતીઓ ગુમ થયાની ઘટનાઓ સામે આવી છે, જેની પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રથમ બનાવ વાપી તાલુકાના કરવડ ગામે સુગર કોલોની નજીકનો છે, જ્યાં રહેતા શિવમ કશ્યપકહારની પત્ની રંજના ૩ જુલાઈએ મધ્યરાત્રે પોતાના ઘરમાંથી કોઈને કહ્યા વિના નીકળી ગઈ હતી. પરિવારજનો દ્વારા બહોળા પ્રયાસ છતાં તેણીનો કોઈ પત્તો લાગ્યો ન હોવાથી ડુંગરા પોલીસ મથકે ગુમ થાની ફરિયાદ નોંધાઈ હતી.
બીજો બનાવ પણ વાપીના ડુંગરા વિસ્તારમાં નોંધાયો છે, જ્યાં દમણગંગા પાસે રહેતી પુજા ગૌડ ૩૦ જૂનના રોજ સાંજે છ વાગ્યે અચાનક ઘરમાંથી નીકળી ગઈ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તેણી પણ પોતાનું કોઇ સ્ટેટમેન્ટ કર્યા વિના ક્યાંક ચાલતી થઇ હતી.
ત્રીજું ઘટસ્ફોટ ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામનો છે, જ્યાં રહેતી ૨૩ વર્ષીય સ્વીટી દુબળા ૧૧ જુલાઈના રોજ પોતાના ઘરમાંથી બેંક અને રાશન લેવા બહાર નીકળી હતી, પરંતુ પરત ફરી ન હતી. પરિવારજનોની તાત્કાલિક શોધખોળ પછી પણ કોઇ પત્તો ન મળતાં ઉમરગામ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.
ત્રણે મહિલાઓની ઉંમર ૨૩થી ૨૭ વર્ષની છે અને ત્રણે ગુમ થાના કેસમાં પોલીસ દ્વારા વિસ્થીૃત તપાસ હાથ ધરાઈ છે. જો કોઈને આ મહિલાઓના અવલોકન અથવા માહિતી હોય તો સંબંધિત પોલીસ મથકમાં જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી છે.
રિપોર્ટ – અંકેશ યાદવ, ખેરગામ