વલસાડ, તા. ૧૪ મે
વલસાડ રેલવે જિમખાના મેદાન પર આયોજિત યુનાઈટેડ ઢોડિયા કપ-2025 ઓલ ઇન્ડિયા ઓપન સીઝન-1 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં RR બ્રધર્સ ઇલેવનએ હેનીલ આર્મી સામે આખરી બોલે 4 રનની જીત સાથે ખિતાબ પર કબજો જમાવ્યો હતો.
યુનાઈટેડ ઢોડિયા ગ્રુપ મેમ્બર્સ દ્વારા સમગ્ર ઢોડિયા સમાજના યુવાનોમાં એકતા અને ખેલગત જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આ દ્વિદિવસીય ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચ દરમિયાન મેદાન પર સર્જાયેલા રોમાંચક પળોએ દર્શકોની હૃદયગતિ તેજ કરી દીધી હતી.
ટૂર્નામેન્ટના સમાપન પ્રસંગે નવસારી જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઇ પટેલ, જેટકો વાપી ડેપ્યુટી ઇજનેર વિરલ પટેલ, ડો. ધ્રુમિન પટેલ, ડો. કુંતલ પટેલ, ડો. અર્પણ પટેલ, તેમજ અન્ય સૌમ્ય મહેમાનો હાજર રહ્યા હતાં. સમારોહ દરમિયાન પહલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા 26 શહિદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
આ સમગ્ર આયોજને સફળ બનાવવા માટે યુનાઈટેડ ઢોડિયા ગ્રુપના ભાવેશ, હિમાંશુ, હિતેશ, મેહુલ, રિકેન, અનિરુદ્ધ, મયુર, વિમલ (દાદુ), જીતુ, સુનિલ, વિવેક (બાબુ), રાહુલ, અજય, પ્રિન્સ, જય, જયમલ સહિતના સભ્યોની મહેનત સરાહનીય રહી હતી.
અહેવાલ: વિશાલ પટેલ, વલસાડ