વલ્ડૅ માસ્ટર ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં કાંસ્યચંદ્રક મેળવી કેશોદ નું ગૌરવ વધાર્યું…

કેશોદ

કેશોદમાં આઝાદી સમયમાં સ્થાપના કરવામાં આવેલ આઝાદ કલબ વર્ષોથી રમતગમત ક્ષેત્રમાં હરહંમેશ અગ્રેસર રહેલ છે. તાજેતરમાં રોમ ખાતે વલ્ડૅ માસ્ટર ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં કેશોદના વેપારી અગ્રણી અને આઝાદ કલબના ટ્રસ્ટી હરીશભાઈ ચાંદ્રાણી આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોમ દેશ ખાતે ટેબલ ટેનિસ રમતમાં પોતાનું કૌવત બતાવી ભારત દેશ વતી ગરવી ગુજરાતના અને આઝાદ ક્લબ કેશોદનું ગૌરવ વધારી કાંસ્યચંદ્રક મેળવ્યો છે. આઝાદી સમયથી કેશોદ શહેરમાં સામાજિક, શૈક્ષણિક,સેવાકીય અને જેના પાયામાં રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા આ ભાવનાને ઉજાગર કરતા આઝાદ ક્લબના ટ્રસ્ટી હરીશભાઈ ચાંદ્વાણી બાળકો,યુવાઓ અને બુજુર્ગો સૌ માટે એક પ્રેરણાની મિશાલ છે.આ યુગ દરેક વય માટે તંદુરસ્તી અને ફિટનેસ નો યુગ છે એવું વલ્ડૅ માસ્ટર ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં કાંસ્યચંદ્રક મેળવી હરીશભાઈ ચાંદ્વાણી એ સાબિત કરી બતાવ્યું છે. કેશોદ શહેરના મધ્યમાં સ્થાપિત આઝાદ ક્લબ સાથે કેશોદના નામાંકિત ડોક્ટર્સ ગ્રુપ,વેપારી ગણ,શિક્ષક મિત્રો,વકીલમિત્રો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તથા શહેરનાં નામાંકિત લોકો જોડાયેલા છે. હરીશભાઈ ચાદ્રાણીએ આઝાદ ક્લબ પરિવાર અને કેશોદને ગૌરવ અપાવ્યું હોય પ્રમુખ હમીરસિહ વાળા, ડૉક્ટર નરેશ કાનાબાર,ડૉક્ટર રાજેશ સાંગાણી, ડૉક્ટર પ્રજ્ઞેશ ધનેશા, દિનેશભાઈ કાનાબાર, મહાવીરસિંહ જાડેજા, આર પી સોલંકી સહિત ટ્રસ્ટી મંડળ અને હોદેદારો એ શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતાં.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)