વાઈલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન બાયોલોજી રીચર્સ ફાઉન્ડેશન રાષ્ટ્રીય કક્ષાની કાર્યશાળાનો પ્રારંભ.

જુનાગઢ:

જૂનાગઢ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની આજે જ્યારે પ્રકૃતિ પ્રેમીઓ ઉજવણી કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢને આંગણે નેશનલ કક્ષાની રીમોટ સેન્સીંગ તથા જીઓસ્પાશીયલ ટેક્નોલોજી વડે વન્યજીવ તથા તેનાં સંરક્ષણ માટે સંશોધન છ વિવસીય કાર્યશાળાનો ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ. ખાતે કુલપતિ ડો. ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો છે.

કાર્યક્રમને દિપ પ્રાગક્ટથી પ્રારંભ કરાવી અધ્યક્ષીય ઉદબોધન કરતા યુનિ.નાં કુલપતિ ડો. ચેતન ત્રિવેદીએ જણાવ્યુ હતુ.

ભારત ખૂબ જ વિશાળ જૈવવિવિધતા ધરાવતો દેશ છે, જૂનાગઢને વાઈલ્ડલાઇફનો અતુલ્ય કુદરતી વારસો મળ્યો છે, જેનું જતન-સંવર્ધન અને સંશોધન કરવાથી જૂનાગઢને આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત થશે. એમાંય જૂનાગઢ અને ખાસ કરીને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કાર્યક્ષેત્રિય જિલ્લાઓને કુદરતે વનપ્રદેશ અને સાગરતટની અતુલ્ય ભેટ ધરી છે ત્યારે વન્યજીવોનાં સંવર્ધન અને વન્યજીવોની જૈવીક બાબતોનું સંશોધન સાથે દેશનાં છતિસગઢ, મહારાષ્ટ્ર, ઓરીસા, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ રાજસ્થાન, ગ’જરાત સહિતનાં વિવિધ રાજ્યોનાં જૈવ વિજ્ઞાન ક્ષેત્રે અનુસ્નાતક કક્ષાએ તથા પી.એચ.ડી. કરી રહેલા વિદ્યાર્થીઓની છ દિવસીય કાર્યશાળાનો આજ થી પ્રારંભ થયો છે.

જેના થકી છાત્રો સંશોધન ડેટા તૈયાર કરી એકબીજા સાથે જ્ઞાનગોષ્ઠી કરી હેન્ડઓન તાલીમ મેળવશે.

આ તકે ડો. ચેતન ત્રિવેદીએ પર્યાવરણને હાનિ કરે એવા પ્લાસ્ટીકને બદલે ટકાઉક્ષમ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની જરૂરીયાત હોવાનું જણાવી ડો. ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે આપણાં ઉકેલો પ્રકૃતિમાં છે અને તેથી પ્રકૃતિ અને વન્યજીવોનું રક્ષણ કરવુ એ મહત્વપુર્ણ છે. આ તકે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં બોર્ડ ઓફ મેમ્બર ડો. મુકેશ પાનસુરીયાએ વન્યજીવોનાં સંદર્ભ સંશોધન અંગે રાષ્ટ્રી કક્ષાની કાર્યશાળામાં તાલીમાર્થે પધારેલ છાત્રોને આવકારી ગિર અને ગિરનારની સિંહોની ભુમિમાં વિહરતા વન્યજીવો અને તેનાં સંરક્ષક્ષેત્રે થતી પ્રવૃતિની વાત કરી હતી.અને જણાવ્યુ હતુ.

આ તાલીમ કાર્યક્રમ થકી ગતિશીલ અને સર્જનાત્મક વિદ્યાર્થીઓને જોડવાનો માર્ગ બનશે. જે કુદરતી સંશાધનોનાં વ્યવસ્થાપન અને જૈવ પ્રાણી સૃષ્ટીનાં સંરક્ષણ માટે વધુ જાણવા ઉપયોગી બનશે, આ તકે વન્યનજીવ સલાહકાર સમિતિના સભ્યશ્રી ધિરુભાઇ પુરોહિતે જૂનાગઢ જિલ્લાનાં વન પ્રદેશ અને તેમાં વિહરતા વન્યજીવોની વિગતે વાત કરી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત તાલીમાર્થી વિદ્યાર્થીઓને સંબોધતા WBC નાં નિયામક પ્રતિક દેસાઇએ જણાવ્યુ હતુ કે ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ છેડે આવેલું દરિયા કિનારાનું રાજ્ય છે. આ વિસ્તાર મોટાભાગે શુષ્ક કે અર્ધ શુષ્ક પ્રદેશ છે અને તેનો દરિયા કિનારો ૧૬૦૦ કિમી લાંબો છે. ગુજરાત રાજ્ય લાંબા દરિયા કિનારાની સાથેસાથે ભૌગોલિક વિસ્તાર તેમજ જીવસૃષ્ટીની વૈવિધ્યતા ધરાવે છે. અરવલ્લી, વિધ્યાંજળ, સાતપુડા, સિહાદ્રીની પર્વતમાળા (પશ્ચિમ ઘાટ) પણ જૈવસૃષ્ટિની વૈવિધ્યતામાં ઉમેરો કરે છે. જેમાં વિવિધ પ્રકારના જંગલો, ઘાસીયા જમીન, મેન્ગ્રોવસ, જળાશયો, જળપ્લાવિત વિસ્તાર, સુકા રણો વિગેરેનો તેમાં સમાવેશ થાય છે. આવી જૈવ વિવિધ્યતા ધરાવતા વાતાવરણ-આબોહવાના તંત્ર, ઉત્ક્રાંતિ ઈતિહાસ,ભૂતકાળમા યુરોપમાંથી આવેલી પ્રજાતિઓ, વાર્ષિક સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓનો પ્રવાસમાર્ગ અને ગુજરાતના લોકોના સુદીર્ઘ સંરક્ષણ પ્રયાસને લીધે હાલ ગુજરાતમાં ઘણી સમૃદ્ધ જૈવ વૈવિધ્યતા ધરાવે છે.

 

દેશનાં વિવિધ રાજ્યોનાં વિદ્યાર્થોને આ તાલીમ કાર્યક્રમ ફળદાયી રહેશે.

આ તકે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં પ્રધ્યાપક અને સેન્ટર ફોર વાઈલ્ડ લાઇફ સમિતનાં નિયામક ડો. નિશીથ ધારૈયાએ પ્રારંભે સ્વાગત પ્રવચનમાં અતિથીઓને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યુ હતુ કે ગુજરાત રાજ્યનાં કુલ ૨૩ અભ્યારણ્ય, ૪ રાષ્ટ્રિય ઉદ્યાનો અને એક સંરક્ષણ માટે આરક્ષિત વિસ્તાર સહિત કુલ ૧૬૬૧૯.૮૧ ચોરસ કિમી ભૂપ્રદેશનો સમાવેશ થાય છે.ગુજરાતના તમામ જૈવિક-ભૌગોલિક ઝોન અને વિસ્તાર નો સમાવેશ થાય છે તેમાં રાજ્યની તમામ પ્રકારની જીવસૃષ્ટિ નો પણ સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યમાં વન્ય પ્રાણીસૃષ્ટિમાં પણ વૈવિધ્યતા જોવા મળે છે અને ગુજરાતમાં અનેક પ્રકારની પ્રાણી પ્રજાતિઓ વસવાટ કરે છે. એશિયાઇ સિંહો અને ભારતીય ઘુડખર (જંગલી ગધેડા) નું એકમાત્ર આશ્રયસ્થાન ગુજરાત છે.ત્યારે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા હાથ ધરાઇ રહેલા વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધન માટેનાં વિદ્યાર્થો લક્ષી તાલીમ કાર્યક્રમો સાચા અર્થમાં ઉપયોગી પુરવાર થશે.

કાર્યક્રમનું સંચાલન સખી દરજીએ કર્યુ હતુ.

કાર્યક્રમનાં ઉપસ્થિત મહાનુભાવો અને તાલીમાર્થીઓએ નરસીંહ મહેતા યુનિ.ગાનથી કાર્યારંભ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત વન્યજીવોનાં આરોગ્યની દેખભાળ કરનાર ડો. ભુવાને કુલપતિ પ્રો.(ડો.) ત્રિવેદીએ શાલ અને મોમેન્ટો અર્પણ કરી બહુમાન કર્યુ હતુ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)