વાઘોડિયા: વાઘોડિયા વિસ્તાર માં બુટલેગરો બેફામ બન્યા છે. મનેકપુરા ગામમાં એક યુવાન પોતાના પિતાને દારૂ કેમ મળે છે તે અંગે ફરિયાદ કરવા ગયો હતો ત્યારે બુટલેગરો દ્વારા તેના પર આક્રમણ કરવામાં આવ્યું.
ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવાયો છે. યુવાનના માથા પર ગંભીર ઘા થયા છે.
આ ઘટનાની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે, જેમાં બુટલેગરોએ 19 હજાર રૂપિયાની લાંચ લેવાની કબૂલાત પણ આપી છે.
યુવાનના પરિવારે વાઘોડિયા પોલીસ પર પણ ભરણા મેળવવાના આક્ષેપ લગાવ્યા છે અને ભૂલભુલૈયા કર્યા વિના કાર્યવાહી કરવાની માંગ કરી છે.
હવે સવાલ ઉઠે છે કે આ બૂટલેગરો પાછળ કોના આશીર્વાદ અને સુરક્ષા છે?
વાઘોડિયા પોલીસ મામલે શું પગલાં લેશે તે જોવાનું બાકી છે.