વાઘોડિયામાં 18 વર્ષની યુવતી પર બળાત્કાર, યુવક દ્વારા ગર્ભવતી બનાવાઈ.

વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામ પાસે એક 18 વર્ષીય અપરણિત યુવતી પર નરેન્દ્ર રાઠવા નામના શ્રમજીવી દ્વારા બળાત્કાર કરાયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીના મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારાયું હતું અને થોડા સમય પછી તેની તબીબી તપાસમાં યુવતીના ગર્ભવતી હોવાની માહિતી મળી.

નરેન્દ્રે પહેલેથી જ યુવતીનો પીછો કરતા દુષ્કર્મ આચર્યું હતું અને લગ્ન થયા બાદ પણ તે પોતાનું વર્તન સુધાર્યું નહોતું. પરિવારજનોને સમગ્ર હકીકત જાણવા મળતાં વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ – હર્ષ પટેલ, વડોદરા