વાઘોડિયા: ખેતરમાં મહિલાનો મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા!

વાઘોડિયા, 22 એપ્રિલ 2025 – વાઘોડિયા નાં ભરવાડીયા પૂરા વેશનીયા ગામની સીમમાં આવેલ ખેતરમાં 38 વર્ષીય રમીલા બેન પરમારનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાનો મૃતદેહ મકાઈના પૂરા નીચે પડેલો હતો, જેના આંશિક શરીર પર ઈજાઓની ચિહ્નો જણાય છે.

પરિવારના સભ્યોએ જણાવ્યા અનુસાર, રમીલા બેન ગઈ કાલે પોતાનાં ખેતરમાં આતો મારવા ગઈ હતી, ત્યારબાદ તે ગુમ થઈ ગઈ હતી. આજે, ખેડૂતને ખેતરે મકાઈના પૂરા હેઠળ મહિલાનો મૃતદેહ જોવા મળ્યો, જેના પગલે આ દુખદ ઘટના સામે આવી.

પ્રારંભિક તપાસ અનુસાર, મહિલાના કાન પર ઈજાઓ અને ગળામાં મંગળ સૂત્ર મૂકેલું હતું, જ્યારે તેના હાથમાં મંગળસૂત્ર પડેલું હતું. આથી, આ ઘટના જોઈને પોલીસ એ હત્યાની શક્યતા પર વાત કરી રહી છે.

વાઘોડિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને પુખ્ત તપાસ હાથ ધરી છે.

અહેવાલ: મુકેશ પરમાર, વાઘોડિયા