વાપીના નૂતનનગરથી ૧૪ વર્ષીય રીશુ તિવારીનું અપહરણ .

ખેરગામ

વાપીના નૂતનનગરમાં આયુષ હોસ્પિટલની પાછળ મુરલીધર સોસયટીના ફલેટ નં. ૨૦૫માં રહેતી ૩૫ વર્ષીય રૂબી જિતેન્દ્ર હોશીલાપ્રસાદ તિવારી (મૂળ રહે. ગામ- પુરખીપુર, થાના. પુરેભાર, તા.જિ. સુલતાનપુર, ઉત્તરપ્રદેશ)ના ૧૪ વર્ષીય પુત્ર રીશુ જિતેન્દ્ર તિવારીનું તા. ૧૫ જૂન ૨૦૨૪ના રોજ સવારે ૧૧-૩૦ થી ૧૨-૩૦ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ઘરેથી અપહરણ કરી લઈ ગયો હોય અથવા તો રીશુ પોતે જ ક્યાંક ચાલી ગયો હોવાની જાણ માતાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં કરી હતી. ગુમ થનાર રીશુ મજબૂત બાંધો, ઘઉં વર્ણ અને ચાર ફૂટ બે ઈંચ ઉંચાઈ ધરાવે છે. જેણે લીલા કલરની હાફ બાયનું ટી શર્ટ, કાળા કલરનો હાફ ચડ્ડો અને ચપ્પલ પહેરી હતી. રીશુ હિન્દી ભાષા જાણે છે અને ગુજરાતી ભાષા સમજે છે. જે કોઈને પણ તેની ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)