વાર તહેવાર” પારિવારિક ગુજરતી ફિલ્મના કલાકારો ભાવનગરના આંગણે.

ભાવનગર

આવનાર દિવસોમાં એક પછી એક તહેવાર આવશે ત્યારે ૨ ઓગસ્ટના પારિવારિક ગુજરાતી ફિલ્મ “વાર તહેવાર” રિલીઝ થવાની છે જેના મુખ્ય કલાકારો મોનલ ગજ્જર અને પરીક્ષિત તિમાલિયા ભાવનગરના આંગણે આવ્યા હતા .

૨ ઓગસ્ટના રિલીઝ થનાર ફિલ્મ વાર તહેવારમાં મુખ્ય ભૂમિકા મોનલ ગજ્જર , પરીક્ષિત તિમાલિયા અને ટીકુ તલસાણીયાએ નિભાવી છે . આ ફિલ્મમાં તહેવારો પોતાના સાથે ઉજવવા ની સાથે સાથે માતા પિતાની શું લાગણીઓ હોય છે અને તેની સામે બાળકો ની શું ઈચ્છા છે તેના પર આધારિત ફિલ્મ વાર તહેવારમાં શુભ ની કિરદાર નિભાવતા પરીક્ષિત એક AI ઈજનેર હોય છે અને એક એવો રોબોટ બનાવે છે જેને ધબકતું હ્રદય હોય જ્યારે મોનલ એક સાયકોલોજિસ્ટ છે અને તેમના પિતાના કિરદારમાં ટીકુ તલસાણીયા છે જેમની ઈચ્છા હોય છે કે તેમની એક ની એક દીકરી લગ્ન કરે , પરંતુ મોનલના મતે જીવનમાં ફકત લગ્ન કરવા તે મહત્વનું નથી . આ કથાવસ્તુ ની આજુ બાજુ ફરતી ફિલ્મ એટલે વાર તહેવાર જેના લેખક દિર્ગદર્શક ચિન્મય પુરોહિત છે , પ્રોડ્યુસર મનીષ દેસાઈ છે , ગીતના બોલ ચિન્મય પુરોહિત દ્વારા લખેલા છે જ્યારે વાસ્તવિક રોય અને સ્મિતા દ્વારા સ્વર અપાયો છે .
આગામી બીજી ઓગસ્ટના રિલીઝ થનાર ફિલ્મ “વાર તેહવાર” કે જે પારિવારિક ફિલ્મ છે તેને જોવાનો અનુરોધ ભાવનગરમાં આવેલ ફિલ્મની સ્ટાર કાસ્ટ દ્વારા કરવામાં આવેલ છે .

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)