ઝઘડિયા
વાલીયા તાલુકાની શ્રી ગણેશ સુગર વટારીયાની આગામી ચાલુ થનાર પીલાણ સીઝન ૨૪-૨૫ માટે બોયલરની અગ્નિ પ્રદિપ્ત વિધીમાં આદ્યશક્તિની નવલી નવરાત્રિના આઠમના શુભદિને આજરોજ તા: ૧૦.૧૦.૨૪ના રોજ સંપન્ન થઈ. આ શુભ અવસરે ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા, વાઇસ ચેરમેન પુષ્પેન્દ્રસિંહ સુણવા, કસ્ટોડિયન કમિટી સભ્યશ્રીઓ જીતેન્દ્રસિંહ જાદવ, મેહુલભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, હરેન્દ્રસિંહ ખેર, રાયસિંગભાઈ વસાવા, માજી ડિરેકટરશ્રીઓ ધર્મેન્દ્રસિંહ મહીડા, હેતલભાઈ પટેલ, સુરેન્દ્રસિંહ પરમાર, ઈશ્વરસિંહ ખેર તેમજ મોટી સંખ્યામાં સભાસદ મિત્રો, ગ્રામ પ્રતિનિધિઓ, ખેડૂત આગેવાનો, ઇ.મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રણા, અધિકારીઓ તેમજ કર્મચારી-કામદાર મિત્રો હાજર રહ્યા હતાં. ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પુજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ગણેશ સુગર સ્થાપનાકાળથી જ નિર્ધારીત લક્ષ્યાંક મુજબ શેરડીનાં પિલાણ કાર્યને સમય-મર્યાદામાં પૂર્ણ કરી સભ્ય ખેડૂતોના આર્થિક ઉત્થાન અને વિકાસની કામધેનુ બની કાર્યરત છે. ત્યારે ગત સિઝનમાં પણ કસ્ટોડિયન કમિટીના સભ્યો તેમજ અધિકારીગણ, કામદાર-કર્મચારીઓના આગોતરા આયોજન અને મહેનત તથા ખેડૂતોના સાથ સહકારથી સારૂ એવુ શેરડીનું પીલાણ સમય મર્યાદામાં પૂર્ણ થયેલ હતું. આગમી પિલાણ સિઝનમાં પણ આશરે પાંચ લાખ મે.ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક છે. કસ્ટોડિયન કમિટીની નિષ્ઠાપૂર્વકની કામગીરીને કારણે આગામી પિલાણ સીઝન માટેના આગોતરા આયોજનના ભાગરૂપે પ્લાન્ટ સાઈટના કામો પણ સમયસર પૂર્ણ કરવામાં આવેલ છે. જેથી સમય મર્યાદામાં ગણેશ સુગર ફેકટરી શેરડી પિલાણ કાર્ય પણ શરૂ કરશે.
અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)