વાવાઝોડાને લઇ 1 જૂનથી 7 જૂન સુધી ડુમસ અને સુવાલી બીચ રહેશે બંધ 

વાવાઝોડાને લઇ 1 જૂનથી 7 જૂન સુધી ડુમસ અને સુવાલી બીચ રહેશે બંધ

સુરત:

ભારતીય હવામાન ખાતાની આગાહીને આધારે ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી હોય તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમાવિષ્ટ સુવાલી તથા ડુમ્મસ બીચ વિસ્તારમાં લોકોની અવર-જવર તથા માછીમારો કે સાગર ખેડુઓને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ હુકમ તા.૦૧/૦૬/૨૦૨૪ના રોજ સવારના ૬.૦૦ થી તા.૦૭/૦૬/૨૦૨૪ ના રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)