ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન : વાહન માલિકો ઈ-ચલણની માંડવળ ફી ભરવામાં સુવિધા
ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપવા તથા વાહન માલિક અને ટ્રાન્સપોર્ટરને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી આરટીઓ જૂનાગઢ દ્રારા પીઓએસ ડિવાઇસમાં ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ઉપરાંત કયુઆર ની સુવિધા શરૂ કરવામાં આવેલ છે. આમ ગુન્હાહિત વાહનોના માલિક/ચાલક તેઓના ઈ ચલણની માંડવાડ ફી પીઓસ ડિવાઇસ મારફતે ક્રેડિટ કાર્ડ/ ડેબિટ કાર્ડ તથા કયુઆર મારફત ઓનલાઈન નાણા ભરપાઈ કરી શકશે.
વન નેશન વન ચલણથી મેથડ વિકસિત કરેલ ઇ ચલણ સોફ્ટવેર મારફતે 24 7 રાઉન્ડ એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવે છે. આ ઈ- ચલણ સોફ્ટવેર પીઓએસ ડિવાઇસ મારફતે ગુનાહિત વાહનો સામે કરવામાં ઉપયોગ કરવામાં આવે છે, ઈ -ગવર્નન્સ અને પ્રોત્સાહન આપવા તથા વાહન માલિકોને ટ્રાન્સપોર્ટરોને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી પીઓએસ ડિવાઇસમાં ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ઉપરાંત QR કોડની સુવિધા શરૂ કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં બિઝનેસ તથા ઇઝ ઓફ ડુઇંગ બીઝનેશ તથા ઈઝ ઓફ લોજિસ્ટિકને પ્રોત્સાહન આપવા હેતુ મોટર વાહન ખાતા હસ્તકની ચેકપોસ્ટો નાબૂદ કરી ૫૮ ચેક પોઈન્ટસ ઉપસ્થિત કરવામાં આવેલ છે. આ ૫૮ ચેકપોઈન્ટસ મારફત મોટર વાહન કાયદા અંતર્ગત ૨૪૭ રાઉન્ડન ધી કલોક એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવે છે. આ એન્ફોર્સમેન્ટની કામગીરી ભારત સરકારના માર્ગ અને પરિવહન હાઇવે મંત્રાલય દ્વારા વન નેશન વન ચલન થીમ હેઠળ વિકસીત કરેલ ઈ ચલણ સોફ્ટવેર મારફતે કરવામાં આવે છે.
ઈ ચલણ સોફ્ટવેર પીઓએસ ડિવાઇસ મારફતે ગુનાહિત વાહનો સામે કરવા ઉપયોગ કરવામાં આવે છે. ઈ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા તથા વાહન માલિક અને ટ્રાન્સપોર્ટરને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી પીઓએસ ડિવાઇસમાં ક્રેડિટ કાર્ડ /ડેબિટ કાર્ડ ઉપરાંત કયુઆર કોડ ની સુવિધા શરૂ કરવામાં આવેલ છે. આમ ગુન્હાહિત વાહનોના માલિક/ચાલક તેઓના ઈ ચલણની માંડવાળ ફી પીઓસ ડિવાઇસ મારફતે ક્રેડિટ કાર્ડ/ ડેબિટ કાર્ડ તથા કયુઆર મારફત ઓનલાઈન નાણા ભરપાઈ કરી શકાશે. એમ જૂનાગઢ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)