વાહન ચેકીંગ દરમ્યાન વૃધ્ધ દંપતીનો ગુમ થયેલ આઇફોન મોબાઇલ ફોન તથા જરૂરી ડોકયુમેન્ટ સાથેનુ પર્સ તાત્કાલીક શોધી આપતી

જુનાગઢ એ ડીવીઝન પોલીસપોલીસ મહાનિરીષક શ્રી નિલેશ જાજડીયા સાહેબના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓની સુચના અનુસાર ગુમ થયેલ વ્યકિતઓ/બાળકો નો સંવેદનાપુર્વક અસરકારક કામગીરી કરવા તેમજ સીનીયર સીટીજન પ્રત્યે સંવેદના પુર્વક કામગીરી કરવા જણાવેલ હોય જેથી સુચના અનુસંધાને વિભાગીય પોલીસ અધીક્ષક શ્રી ધાંધલીયા સાહેબનાઓની સુચના મુજબ પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી સા. તથા ઇ.ચા.પોઇન્સ શ્રી એમ.સી.પટેલ સાહેબેએ પણ સુચના મુજબ કામગીરી કરવા જણાવેલ. જેથી આજરોજ પો.સબ.ઇન્સ. શ્રી વી.એલ.લખધીર નાઓની સાથે પોલીસ કર્મચારીઓ ક.૧૮/૦૦ થી કાળવા ચોક ખાતે વાહન ચેકીંગની કામગીરીકરતા હતા.

આ સમય દરમ્યાન ક.૨૧/૩૦ વાગ્યાની આસપાસ એક વૃધ્ધ દંપતી કાળવા ચોકમાં પો.સબ.ઇન્સશ્રી વી.એલ.લખધીર નાઓ પાસે આવેલ અને જણાવેલ કે આજરોજ તા.૦૫/૧૨/૨૦૨૪ ના રોજ ક.૧૫/૩૦ થી ૨૦/૦૦ વાગ્યા સુધી ભુતનાથ મંદીર ખાતે કથામાં આવેલ હતા અને ઘરે જવા નિકળતા પોતાનો આઇફોન એકસેસ મેકસ આશરે કી.રૂ.૫૮૦૦૦/- નો મોબાઇલ તથા તેની સાથે જરૂરી ડોકયુમેન્ટ તથા ચાંદીની વસ્તુ અને આશરે રોકડા રૂપીયા ૩૦૦૦/- સાથેનુ પર્સ કયાંક ગુમ થયેલ છે અને ઘણી શોધખોળ કરવા છતા હજુ સુધી મળી આવેલ નથી. જેથી વાહન ચેકીંગ દરમ્યાન તાત્કાલીક ઉપરોકત ખોવાઇ ગયેલ મોબાઇલની તાત્કાલીક ટેકનીકલ સોર્સથી તપાસ કરતા સદરહું મોબાઇલ બહાઉદીન કોલેજ ખાતેથી તાત્કાલીક મેળવી તુરંત જ હંસાબેન જગદીશભાઇ લોઢીયા જાતે સોની ઉ.વ.૫૯ રહે.રાયજીબાગ જુનાગઢ વાળાઓને પોતાનો આઇફોન એકસેસ મેકસ આશરે કી.રૂ.૫૮૦૦૦/- નો મોબાઇલXo તેમજ જરૂરી ડોકયુમેન્ટ તથા ચાંદીની વસ્તુ અને આશરે રોકડા રૂપીયા ૩૦૦૦/- સાથેનુ પર્સ મેળવી આપેલ.આમ પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન વૃધ્ધ દંપતીનો ખોવાયેલ મોબાઇલ તથા અગત્યના ડોકયુમેન્ટ સાથેનુ પર્સ તુરંત જ શોધી કાઢી પરત અપાવી સીનીયર સીટીજન પ્રત્યે સંવેદના પૃર્વક કામગીરી કરી પોલીસ પ્રજાનો મીત્ર છે તે સુત્રને સાર્થક કરતી જુનાગઢ એ ડીવીઝન પોલીસ.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)