વિકસિત ગુજરાતમાં આજે પણ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના” વેડચ “ગામના ચમારિયા(બંગાલિયા) વગાના વિદ્યાર્થીઓને ઘૂંટણ સમા પાણીમાં ઉતરીને જવું પડી રહ્યું છે શાળાએ શિક્ષણ મેળવવા.

ભરૂચ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ વેડચ ગામ તાલુકામાં બીજા નંબરની વસ્તી ધરાવતું ગામ છે, અને અહી વિકાસના નામે રોડ રસ્તાની બિસ્માર હાલત અને પ્રાથિમક સુવિધાઓની કમીએ વિકસિત ગુજરાતની પોલ ખોલીને મૂકી દીધી છે. સાથે ભરૂચ જિલ્લા વહવટી તંત્ર અને સ્થાનિક નેતાગીરી પર પણ સવાલ ઉભા કરી દીધા છે. વરસાદીની ઋતુમાં દર વર્ષે રસ્તાઓની બિસ્માર હાલત અને વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ગ્રામીણોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. પરંતુ વારંવારની રજૂઆત બાદ પણ જિલ્લા વહીવટી તંત્ર કે સ્થાનિક નેતાગીરી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં સદંતર નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપો હવે સ્થાનિકો લગાવી રહ્યા છે. અને વરસાદના કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જવા થી શાળાએ જતા વિદ્યાર્થીઓ ઘૂંટણ સમા પાણી માંથી પસાર થઈ શાળાએ જવા મજબુર બની રહ્યા છે. સાથે બિસ્માર રસ્તાઓ અને ઘૂંટણ સમા પાણી ભરાઈ જવાના કારણે ગ્રામીણો રોજગારી પણ ગુમાવી રહ્યા હોવાના અને આર્થિક નુકશાન થઈ રહ્યા હોવાના આક્ષેપ કરી રહ્યા છે.

આતે ગુજરાતના ગામોનો કેવો વિકાસ કે આજે પણ રોડ રસ્તાઓની મૌલિક સુવિધાઓના અભાવને કારણે બાળકોને શાળાએ જવા ઘૂંટણિયા સમા પાણી માંથી પસાર થવું પડે ? અને સુવિધાઓના અભાવના કારણે રોજગારી ગુમાવી અને આર્થિક નુકશાન ભોગવવું પડે ?

જો કે રોડ નહીં બને અને આજ પરસ્થિતિ રહેશે તો ગ્રામીણોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચરી દીધી છે..

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ભરૂચ જંબુસર)