વિજલીની વધતી માંગ સામે નવા સબસ્ટેશનોના આયોજન માટે કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સંકલન બેઠક

| સુરત
સુરત શહેર અને જિલ્લાના વીજ પુરવઠાને વધુ મજબૂત અને ભવિષ્યની વીજમાંગને ધ્યાનમાં રાખીને નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વિશિષ્ટ સંકલન બેઠક યોજાઈ હતી. જિલ્લા તથા મહાનગરપાલિકાની વહીવટી અને ટેકનિકલ ટોપ ટીમે Jetco, DGVCL, SUDA અને SMC સાથે મળીને 2030 સુધી માટે વીજળીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ભવિષ્યનું રૂપરેખાંકન તૈયાર કર્યું.

બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે સુરત સમગ્ર દેશમાં સૌથી ઝડપી વિકસતું શહેર છે, જ્યાં ઈન્ડસ્ટ્રીયલ અને નગર વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે. હાલ સુરત શહેરમાં 3200 મેગાવોટ વીજ વપરાશ છે, જે વર્ષ 2030 સુધીમાં 5200 મેગાવોટ સુધી પહોંચી શકે છે. આ માટે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 26, SUDA વિસ્તારમાં 24 અને ચોર્યાસી-પલસાણા-ઓલપાડ ક્ષેત્રમાં 32 નવા સબ સ્ટેશનો સ્થાપવાની જરૂરિયાત ઉભી થાય છે.

મહત્વપૂર્ણ સૂચનાઓમાં મંત્રીશ્રીએ મોટા વરાછા વિસ્તારમાં પાવર સ્ટેશન માટે જગ્યાની ખુલ્લી સુલભતા માટે માર્ગ સુવિધા ઊભી કરવાનો પણ આદેશ આપ્યો.

Jetcoના અધિક્ષક ઈજનેર પી.એન. પટેલે માહિતી આપી કે સમગ્ર ગુજરાતમાં હાલ 25,000 મેગાવોટ વીજ વપરાશ થાય છે, જેમાંથી સુરત શહેર માત્રે 3200 મેગાવોટ ઉપભોગ કરે છે.

બેઠકમાં ઉપસ્થિત મુખ્ય અધિકારીઓ:
મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્યો સંદીપ દેસાઈ અને સંગીતા પાટીલ, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, DGVCL MD યોગેશ ચૌધરી, SUDA CEO કે.એસ. વસાવા, સંસ્થાગત નેતાઓ અને તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.