વિદેશી દારૂ પીનારાઓને દમણ જવાની જરૂર નથી દમણ જેવો બાર સુરતના ગોડાદરામાં.

સુરત :

એક તરફ રાજ્ય સરકાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના રાજ્યમાં અને ખાસ કરીને સુરતમાં દારૂ બંધી હોવાનું મોટો મોટો દાવાઓ કરે છે. ત્યારે આ દાવાઓની વચ્ચે અનેક વાર વિજલેન્સ દ્વારા શહેરમાં અવાર નવાર રેડ કરી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડી સ્થાનિક પોલીસનો ચાલતો ખેલ બગાડી નાખે છે. અત્યારે આ તમામની વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં જ દમણ જેવો બાર ચાલી રહ્યો છે. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં વહીવટદારની મીઠી નજર હેઠળ દમણ જેવો માહોલ ગોડાદરામાં બનાવ્યો છે.

બારમાં ડિજિટલ પેમેન્ટની સુવિધા

એક તરફ સુરત શહેરમાં દારૂનો દુષણ સતત વધી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં આવેલા ગોડાદરા વિસ્તારમાં ચારે તરફથી ગ્રીન કલરનું તાળ પતરી લગાવી દમણ જેવો બાર બનાવી લોકોને વિદેશી દારૂ પીવડાવી રહ્યા છે. શું આ વાતથી સ્થાનીય પીઆઇ અજાણ છે ? શું એસીપી, ડીસીપી અને બ્રાન્ચના અધિકારીઓના રહેમ હેઠળ ચાલે છે બાર ? શું આ મામલે વિજલેન્સ કરશે કાર્યવાહી તે જોવા રહ્યું

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)