“વિવાહ ફાર્મ” ખાતે શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-૨૦૨૪ નાની નાની માતાજી સ્વરૂપ દિવ્યાંગ બાળાઓના હાથે દીપ પ્રાગટ્ય કરી નવરાત્રી મહોત્સવને ખુલ્લો મુકાયો.

જૂનાગઢ

શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ નવરાત્રી મહોત્સવ છેલ્લા નવ વર્ષની અદભુત સફળતા બાદ આ વખતે દશમી વખત શ્રી શ્રીબાઈ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪ નું ભવ્યથી અતિ ભવ્ય આયોજન જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે આવેલ ખલીલપુર ચોકડીથી તદ્દન નજીક દેશી પકવાનની બાજુમાં વિવાહફાર્મ ખાતે કરવામાં આવેલ છે. આ નવરાત્રી મહોત્સવના પ્રથમ નોરતાના દિવસે નીલમબેન તથા રેખાબેન દ્વારા સંચાલિત માખીયાળાની સાંત્વન દિવ્યાંગ દીકરીઓની સંસ્થા તથા વનીતાબેન જોષીની આગેવાની હેઠળ ચાલતી દિવ્યાંગ સેવા સંસ્થા જોષીપરાની પ્રજ્ઞાચક્ષુની બાળાઓ દ્વારા ઉપસ્થિત જ્ઞાતિજનો,મહેમાનોની હાજરી માં દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું. વિશેષમાં શ્રી વિનુભાઈ ચાંડેગરા એ જણાવેલ હતું કે સૌપ્રથમ માતાજીની આરતી, પૂજન, અર્ચન પછી રાસની રમઝટ બોલાવી હતી.

આ મહોત્સવમાં નરેન્દ્ર જોગીયા, નિકુંજ કોરિયા, સંદીપભાઈ રાઠોડ, ભરતભાઈ જાદવ,રાજુભાઈ જાદવ, હિતેશભાઈ ચાંડેગરા, બાબુભાઈ ભડુકુળ, જેન્તીભાઈ વાઢેર, રાહુલભાઈ રાવત, મેહુલભાઈ મારુ, રાજુભાઇ નેના, ભાવેશભાઈ વાઢેર, દીપકભાઈ છાયા, જીગ્નેશ ધોકીયા, દિવ્યેશભાઈ ટાંક, વીજયભાઈ દેવળીયા, ભાવીનભાઈ કોરીયા, કીશોરભાઈ જાદવ, જીગરભાઈ ટાંક, જશનભાઈ ચાંડેગરા, ભરતભાઈ ડાભી, નિલેશભાઈ માળવીયા, ભાવેશભાઈ વેગડ, રાજભાઈ જેઠવા, વિપુલભાઈ ગાધેર, વિપુલભાઈ માળવીયા, હેમનભાઇ વરૂ, ભૌતિકભાઈ છાયા, આશિષભાઈ કોરિયા, રવિ ભરડવા, નિલેશ ચાંડેગરા, રમેશ કોરિયા, સુરેશભાઈ ગિરનારા, નિશાંતભાઈ નેના, જતીનભાઈ કુકડીયા, ભાવેશભાઈ ખોલીયા જયસુખભાઈ જાદવ, લલીતભાઈ ચાંડેગરા, રાકેશભાઈ ગાધેર, મહેન્દ્રભાઈ ભરડવા, પ્રવીણભાઈ કોરિયા, હરેશભાઈ જેઠવા, ભાર્ગવભાઈ વેગડ, રાજભાઈ માવદીયા, પ્રશાંતભાઈ દેવળીયા, ડૉ. અર્ચિત ભરડવા, ડૉ. પરેશ ચાંડેગરા, સંજય બુહેચા, ઉદય બુહેચા, માનસીબેન નેના, પ્રતિક ચાંડેગરા વીપુલભાઈ ગાધેર, કેતનભાઇ નેના,ભાવિનભાઈ કોરિયા, રસિકભાઈ નેના વિપુલભાઈ રાવત, શ્રી પી.એ. ટાંક, ભગવાનજીભાઈ વાળા, વાલજીભાઈ જેઠવા, અતુલભાઈ વિસાવાડીયા, પ્રો. રાજેશભાઈ લાડવા, હરસુખભાઈ ચાંડેગરા, હસમુખભાઈ વડુકુળ, ગોવિંદભાઈ વેગડ સહિતના જ્ઞાતિજનોની ટીમ કાર્યરત છે.

આ નવરાત્રી મહોત્સવમાં જ્ઞાતિજનોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. રોજ રાત્રે મહોત્સવ પૂર્ણ થયાના અંતમાં પ્રસાદ સ્વરૂપે નાસ્તો આપવામાં આવે છે.

આ શ્રી શ્રીબાઈ નવરાત્રી મહોત્સવનો લાભ લેવા તમામ શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિજનો ને સંસ્થા તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. જ્ઞાતિજનો પોતાનું આધાર કાર્ડ દેખાડીને અંદર પ્રવેશ મેળવી શકશે. તેમ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)