વિશ્વ કેન્સર દિવસે 13 કેન્સર વોરિયરે દ્વારકા થી સોમનાથ હોળી હંકારી સોમનાથ મહાદેવ ની ધ્વજાપૂજા કરી !

વિશ્વ કેન્સર દિવસ પર 13 કેન્સર વોરિયર્સ દ્વારા 250 કિમી નાવ હંકારીને હરિ અને હર સુધીનો પ્રવાસ કરાયો હતો, કેન્સર સામે લડતા 13 દર્દીઓ કે કહી શકાય કે યોદ્ધાઓ દ્વારા 25 જાન્યુઆરી 2025 થી કાયક એટલેકે નાની હોળી દ્વારા અભિયાન રૂપે દ્વારકા થી સોમનાથ 250 કિમી ની નાવ યાત્રા કરવામાં આવી હતી જેમાં 10 થી વધુ બંદરો પર જઈને ત્યાં લોકોમાં કેન્સર અવેરનેસ નું કાર્ય કર્યું હતું સાથે કેન્સર પેશન્ટો દ્વારા વ્યસન મુક્તિ માટે પણ લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. તા.4 ફેબ્રુઆરી 2025 એટલેકે વિશ્વ કેન્સર દિવસ પર કાયક લઈને કેન્સર વોરિયર્સ સોમનાથ સમુદ્ર તટે પહોંચ્યા હતા જ્યાં તેઓનું ઢોલ શરણાઈ સાથે સ્વાગત કરાયું હતું,

દ્વારકા થી સોમનાથ આવેલ આ કેન્સર સામે યુદ્ધ લડનાર લડવૈયાઓને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આતિથ્ય અપાયું હતું જેમાં રહેવાની અને ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, આ પ્રસંગે કેન્સર વોરિયર્સ દ્વારા શ્રી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરવામાં આવી હતી. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેમનું સન્માન કરીને તેઓને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો, કેન્સર વોરિયર્સ દ્વારા માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટની કરુણાને બિરદાવી હતી અને શ્રી મહાદેવની નિશ્રામાં કેન્સર ક્યાંક ગાયબ થઈ ગયું હોય તેવી અનુભૂતી વ્યક્ત કરી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)