વિશ્વ વસ્તી દિવસ નિમિતે નવસારીમાં નિબંધ લેખન અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન

યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત-નવસારી દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આઈટીઆઈ અગાસી, ચીખલી ખાતે નિબંધ લેખન અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં 70 જેટલા યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું મુખ્ય ઉદ્દેશ્ય વસ્તી વધારો અને તેના પરિબળો વિશે યુવાનોમાં જાગૃતિ ફેલાવવાનો હતો – જેથી તેઓ સમજીને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે.

કાર્યક્રમ દરમિયાન નિમેષ ગડ્ડમ દ્વારા વિશ્વ વસ્તી દિવસનો ઇતિહાસ, તેનું મહત્વ તેમજ વધતી વસ્તીથી ઊભી થતી સમસ્યાઓ પર વિસ્તૃત માહિતી આપી. સાથે તેમણે વસ્તી નિયંત્રણમાં યુવાનોની જવાબદારી અને ભૂમિકા વિષે પણ વિસ્તૃત રીતે માર્ગદર્શન પૂરું પાળ્યું.

આ તકે આઈટીઆઈ અગાસી તરફથી શ્રી સુમનભાઈ પટેલ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન માય ભારત-નવસારીના જિલ્લા યુવા અધિકારીશ્રી વર્ષાબેન રોઘાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક જીનલ કાનાણી અને એનાલી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.


અહેવાલ: આરીફ શેખ – નવસારી