વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કેશોદ પ્રખંડ દ્વારા હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું.

કેશોદ

કેશોદના રણછોડરાય મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દુર્ગાવાહીની માતૃશક્તિ કેશોદ પ્રખંડ દ્વારા હિન્દૂ સમેલન યોજવામાં આવેલ હતું જેમાં ધર્મ પ્રચાર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રભાઈ ભવાણી દ્વારા લોકો ને વિશ્વ હિન્દુ પરિષદ ની સ્થાપના શા માટે થઈ અને વિશ્વ હિન્દુ પરિષદ ના 60 વર્ષ માં હિન્દૂ હિત માટે ના શુ શુ કાર્ય કરવામાં આવેલ હતા તેના વિશે માહિતી આપેલ હતી અને આવનારા સમય ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી સંબોધન કરેલ હતું આ પ્રસંગે સાધુ-સંતો ની ઉપસ્થિત રહેલ હતી જેમાં મહંત પ્રિયદાસજી મહારાજ- ઉદાસીન આશ્રમ, પ.પૂ.સ્વામીશ્રી ઘનશ્યામચરણ દાસજી -સ્વામિનારાયણ મંદિર પંચાળા,મહંતશ્રી બલરામબાપુ રણછોડરાય મંદિર,શાસ્ત્રીજી પ્રશાંતભાઈ વ્યાસ ધર્મપરચારક વિશ્વ હિન્દુ પરિષદ તથા ભાગવત કથાકાર, પૂજારી શ્રી ઉમંગભાઈ મહેતા ધર્મપરચારક વિશ્વ હિન્દુ પરિષદ ,શ્રુતિમુની તોરણીયાધામ તથા ધારાસભ્ય દેવાભાઈ માલમ,નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તથા લખનભાઈ કામરીયા- વિશ્વ હિન્દુ પરિષદ જીલ્લા મંત્રી તાલુકા પ્રમુખ ,તથા મહેશભાઈ પાનશેરીયા જીલ્લા અધ્યક્ષ તેમજ વિભાગ મંત્રી અશ્વિસિંહ, ઉપાધ્યક્ષ વિઠ્ઠલભાઈ ડોબરિયા,અને વિશ્વ હિન્દુ પરિષદ ના જીલ્લા તાલુકા શહેર ના હોદેદારો વિશાલ ભાઈ ભટ્ટ,નિખિલભાઈ ઠાકર, ઉપસ્થિત રહેલા તથા ભાજપ હોદેદારો આ કાર્યક્રમ માં રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાઓ,રાષ્ટ્રીય સેવક સંઘ,ચેમ્બર ઓફ કોમર્સ, વ્યાપારી વિકાસ મહા મંડળ ,વેપારી એસોશિયન , વગેરે ઉપસ્થિતી રહેલ હતી અને કાર્યક્રમ પૂર્ણ થયા બધા ભોજન પ્રસાદ લીધેલ હતો. કેશોદ પંથકમા છેલ્લાં ત્રીસ વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને ધારાસભ્ય પદે સતાધારી ભાજપ પક્ષને મતદારોએ બહુમતી આપી છે છતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં કેશોદ શહેર ભૌગોલિક દ્રષ્ટિએ ઉત્તમ કેન્દ્ર હોવાથી દેશવિરોધી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સ્થાનિક નબળી નેતાગીરીને કારણે ફુલીફાલી છે ત્યારે હિન્દુ સંમેલનમાં મંચસ્થ શોભાયમાન મહાનુભાવો શીખ લેશે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે…

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)