સાબરકાંઠા વિભાગ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પોશીના તાલુકાના બારાબેડી સતરાગ, મામાપીપળા. પાલિયા બિયા ખાતે બજરંગ દળની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના. અંતરિયાળ વિસ્તારમાં ચાલતી ભજન મંડળી વિસ્તારના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં ખેડબ્રહ્મા, પોશીના વિસ્તારની અંદર લોકોને ભોળવી લોભ લાલચ આપી ધર્માંતરણ પ્રવૃત્તિ કરાવતા લોકો સામે પગલા લેવા તથા ગેરકાયદેસર ઊભા કરેલા ચર્ચોને દૂર કરવા માટે ટૂંક સમયમાં આવેદનપત્ર આપી પગલાં ભરવા અને આવનાર સમયની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા બારા બેડી વિસ્તારની અંદર સત્સંગ મેળાવડાનું પણ આયોજન કરવામાં આવનાર છે. જેમાં આજુબાજુ વિસ્તારના ધર્મ રક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
જેમાં વિશ્વ હિન્દુ પરિષદના તેજાબી વક્તા ફાયર બ્રાન્ડ સાબરકાંઠા વિભાગ બજરંગ દળના રામજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. સેવા પ્રમુખ જયંતીભાઈ પટેલ, મુકેશભાઈ પરમાર, રૂપાભાઈ ગરાસીયા, હુર્થાભાઈ પરમાર, જેઠાભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા
રામજી મહારાજ જણાવ્યું હતું કે સમાજમાં ધર્માંતરણ એ સનાતન ધર્મનું કેન્સલ છે અને આ કેન્સરને આ વિસ્તારમાંથી દૂર કરીને રહીશું અમારા જીવના જોખમે પણ આ વિસ્તારમાં ધર્માંતરણ પ્રવૃત્તિ નહીં થવા દઈએ. સમગ્ર સનાતન ધર્મ એક થઈ આ વિસ્તારમાંથી આવી પ્રવૃત્તિ કરતા લોકોને કાઢવાની જરૂર છે
રૂપાભાઈ ગરાસીયા એ જણાવ્યું હતું કે. અમારી જાતિના સર્ટિફિકેટમાંથી હિંદુ શબ્દ હટાવવામાં આવ્યો છે તેના માટે અમારે આંદોલન કરવું પડશે તો કરીશું. અમારે હિન્દુ ડુંગરી ગરાસીયા આદિવાસી ભીલ હતું તેની જગ્યાએ હિન્દુ શબ્દ દૂર કરવામાં આવે છે તે અમે સાખી નહી લઈએ અમે અનાદિકાળથી હિન્દુ સનાતનની છીએ તેવું જણાવ્યું હતું.
અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ , બ્યુરો ચીફ, (સાબરકાંઠા)