
પહેલગામમાં ધર્મ આધારિત આતંકી હુમલામાં મોતને ઘાટ ઊતરી ગયેલા ૨૮ હિન્દુ પર્યટકોને શ્રદ્ધાંજલિ આપતી એક કાર્યક્રમનો આયોજને આજે ગાંધીનગર પથીકાશ્રમ સકૅલ પર વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ, ગાંધીનગર જીલ્લા દ્વારા કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં બજરંગ દળના સહ સંયોજક શકિતસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ, હિન્દુ પર્યટકોના હમલાવારીમાં હત્યા થયા ૨૮ લોકો માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ હુમલાને ઇસ્લામ આધારિત ષડયંત્ર કરવાવાળા આતંકી કૃત્ય તરીકે વ્યાખ્યાયિત કરતા, સંગઠન દ્વારા તીવ્ર વિરોધ કરી અને સરકારને આના પર કડક કાર્યવાહી કરવાની માંગણી કરી.
વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળના આગેવાનોના આગ્રહ પર આ હત્યાકાંડના આતંકી પ્રેરિત હોવાનો દાવો કરવામાં આવ્યો, અને સંગઠન દ્વારા આ પ્રકરણ પર સખત પ્રતિસાદની આવશ્યકતા પર ભાર મુકાયો.
આ કાર્યક્રમમાં બજરંગ દળના જીલ્લા સહસંયોજક ભરતસિંહ વાઘેલા, મહાનગર બજરંગ દળ સંયોજક સુરેન્દ્રસિંહ વાઘેલા, જીલ્લા સુરક્ષા સહ પ્રમુખ સતિષભાઈ શર્મા, નગર સેવા સહ પ્રમુખ હસમુખભાઈ રાઠોડ, અને અન્ય ઘણા કાયૅકરો હાજર રહ્યા.
અહેવાલ: જગદીશ યાદવ, જૂનાગઢ